Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જુનાગઢ જિ.ના અંત્યોદય કાર્ડ ધારકોને એક લિટર કપાસીયા તેલ અપાશે

જૂનાગઢ તા.૧ : જૂનાગઢ જિલ્લામાં અન્ન અને નાગરીક પુરવઠા કચેરી ગાંધીનગરની સુચનાનુસાર અંત્યોદય કાર્ડ ધારકો માટે કપાસીયા રીફાઈન્ડ તેલ પાઉચ સંખ્યા ૧૩૩૭૧ની ફાળણી કરવામાં આવનાર છે. દરેક તાલુકાનાં ૧૫ ડિસેમ્બર-૧૮ની સ્થિતીનાં ઓનલાઇન સમરી કાર્ડનાં આધારે જાન્યુઆરી ૨૦૧૯ના માસ દરમ્યાન જિલ્લામાં ૧૫ ડીસેમ્બર-૨૦૧૮ની સ્થિતીએ અંત્યોદય ૧૬૯૨૫ કાર્ડધારકો પૈકી ફાળવેલ કપાસીયા રીફાઈન્ડ તેલનો જથ્થો એક લીટરનાં ૧૩૩૭૧ પાઉચ વિતરણ કરવા માટે ફાળવણી થયેલ છે.

પુરવઠા નિગમના તાલુકા ગોડાઉનો ખાતેથી સ્ટોકમાં રહેલ બંધ જથ્થો તથા બચત રહેલ જથ્થાને ધ્યાને લઇ બાકીનાં જથ્થા માટે આપવા પાત્ર જથ્થાની ચકાસણી કરી મામલતદારશ્રી દ્વારા પરમીટ આપવામાં આવશે. નાયબ જિલ્લા મેનેજરશ્રી(ગ્રેડ-૨) જૂનાગઢ દ્વારા દુકાનદારોને નિયમાનુસાર જથ્થો ઈસ્યુ કરવામાં આવશે. જનાગઢ જિલ્લાનાં સંબંધકર્તા તાલુકા મામલતદારઓ એ.એ.વાય કાર્ડધારકોને રીફાઈન્ડ કપાસીયા તેલનાં જથ્થાનું વિતરણ કરવાપાત્ર એક લીટરના પાઉચની સંખ્યા મુજબ પરમીટ આપવા સાથે તાલુકાની ફાળવણીને ધ્યાને લઇને રીફાઈન્ડ કપસીયા તેલનાં જથ્થાનું ૧૦૦ ટકા વિતરણ થાય તેની તકેદારી રાખશે.(૨૧.૫)

(9:47 am IST)