Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

મિસિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં અમરેલીના ડો. રૂપલ પટેલને મળ્યું રનર્સ અપનું ગૌરવ

ડેન્ટલ સર્જન રૂપા પટેલે 70 જેટલા દેશોમાં યોગા પણ શીખવાડ્યા છે

રાજકોટ :તાજેતરમાં દિલ્હી ખાતે મિસિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટ યોજાયેલ જેમાં અમરેલીની ડો.રૂપલ પટેલ રનર્સ અપ બની છે. ડો.રુપલ પટેલે સમગ્ર અમરેલીનું ગૌરવ વધાર્યું છે. આ કોમ્પિટિશનમાં ભારતના અનેક શહેરની મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ડો,રૂપલ પટેલને રનર્સ અપ થવાનું ગૌરવ મળ્યું છે

 અમરેલી જેવા નાના શહેરમાં રહેનાર અને લગ્ન પછી પણ મિસિસ ઇન્ડિયા આઇડેન્ટિટી બ્યુટી કોન્ટેસ્ટમા ભાગ લઈને રનર્સ અપ બનનાર ડો.રૂપલ પટેલ ગુજરાતની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી છે.ડો. રૂપલ પટેલ યોગા એક્સપર્ટસ તથા ડેન્ટલ સર્જન પણ છે. તેમણે 70 જેટલા દેશમાં યોગા શીખવાડ્યા છે. પરિવારની જવાબદારીમાંથી સમય કાઢીને મિસિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.

 તાજેતરમાં દિલ્હીમાં મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલે ભાગ લીધો હતો. જેમને રનર્સ અપનું ટાઈટલ મળ્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ સ્પર્ધામાં દેશભરની અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. રૂપલ પટેલના પિતા અમરેલીની અમર ડેરીના મુખ્ય સંચાલક અને એમડી આર.એસ.પટેલ છે.

  ડો.રૂપલને નાનપણથી જ આ પ્રકારની પ્રવૃત્તિમાં શોખ હતો તેમણે સ્થાનિક લેવલની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વિશે ડો.રૂપલ કહે છે કે,લગ્ન પછી કદાચ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા મળશે કે નહીં તેવુ લાગતું ન હતું. પરંતુ મારા પતિ મુંબઈમાં એન્જિનિયર છે, જેઓએ મને પ્રોત્સાહન આપ્યું હતું

 બીજી તરફ મારા સાસુ અને સસરાએ પણ મારી ઈચ્છાને સહર્ષ સ્વીકારીને મને સ્પર્ધામાં ભાગ લેવાની પણ મંજૂરી આપી. મને આ ટાઈટલ મેળવવામાં મારા સાસુ, સસરા અને પતિએ ખુબજ સહકાર આપ્યો હતો. રૂપલ મિસિસ ઇન્ડિયા આડેન્ટિટી સ્પર્ધામાં રનર્સ અપ આવી તે વાતનો એક માતા તરીકે મને ખૂબ જ ગર્વ છે.ડો.રૂપલે કહ્યું કે, આ સ્પર્ધામાં રનર્સ અપ તરીકે વિનર થવું મારા માટે ગર્વની લાગણી છે.

(10:00 pm IST)