Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કેશોદ તરફ આવતી ટ્રાવેલ્સમાં દારૂના જથ્થા સાથે ૪ ની ધરપકડ

જુનાગઢ : સમગ્ર દેશભરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરાયા છે ત્યારે મુંબઇથી વિદેશી દારૂ લઇને આવતી ટ્રાવેલ્સ બસને કેશોદ પોલીસે ઝડપી પાડી છે.

સદ્ગુરૂ ટ્રાવેલ્સની બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરી આ બસને ઝડપી પાડી છે અને બસમાં રહેલો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે બસના ડ્રાઇવર સહિત ૪ શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નવા વર્ષની ઉજવણીમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રતિબંધિત વસ્તુઓની હેર-ફેર કરવામાં આવતી હોય છે ત્યારે પોલીસ પણ આવા તત્વોને ઝડપી પાડવા વધુ સજાગ બની જાય છે ત્યારે મુંબઇથી કેશોદ તરફ આવતી એક ટ્રાવેલ્સ બસને રોકીને તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ વિદેશી દારૂ મુંબઇથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો સાથે પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને દારૂ કયાં લઇ જવાતો હતો અને કોના કહેવાથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.

(3:33 pm IST)