Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મીઠાપુરના ભીમરાણા પાસે અકસ્માતમાં એકનું મોત

ખંભાળીયા તા. ૧ : મીઠાપુરના ભીમરાણા ગામે રહેતા ભુપેન્દ્રસીંહ દેવુભા વાઢેર પોતાના મો.સા.નંબર જી.જે૧૦ સીડી ૯૯૭પ ની પાછળ બેસીને જતા નીલેષકુમાર પંડયા બન્ને ટાટા ટાઉનશીપમાં જા હતા ત્યારે મો.સ.ાઆડે રોજડુ વચ્ચે પડતાને ગંભીર ઇજા થતા નીલેષકુમારનુ સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નીપજયું હતું.

કંપનીમાં મજુરોને  રોકીને ધમકી આપી

એસ્સાર કંપનીના લેબર ગેઇટ પાસે (૧) રેવતુભા રાણુભા જાડેજા રહેવાસી સીંગરા (ર) જુવાનસિંહ કેશુભા (૩) ખુમાનસીંહ ભીખુભા રહેવાસી જાખર તથા અજાણ્યા દસથી પંદર માણસોએ કંપનીમાં જતા મજુરોને રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી અવરોધ ઉભો કર્યાની પોલીસ ફરીયાદ કંપનીના અધીકારી ચંદ્રબહાદુર રામબહાદુર નેપાળીએ ખંભાળીયા પોલીસમાં ઉપરોકત આરોપીઓ વીરૂધ્ધ નોંધાવતા પોલીસએ ૩૪૧, ૧૪૩, પ૦૪, પ૦૬, મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છ.ે

ગળુ ગામ પાસેથી દારૂ સાથે ઝડપાયા

ભાણવડના ગળુ ગામ પાસેથી એક રીક્ષામાંથી હીતેન્દ્રપરી બટુકપરી ગૌસ્વામી રહેવાસી જામનગર (ર) સંજયસિંહ ઉર્ફે ધમો વકતાજી જાડેજા રહેવાસી જામનગર વાળાને દારૂની બોટલ નંગ ૬૦ કીંમત રૂપીયા ર૪૦૦૦ તથા રીક્ષા કીમંત રૂપિયા ૧૦૦૦૦૦ મળી કુલ મતા૧ર૪૦૦૦ સાથે બન્ને આરોપની ધરપકડ કરી પોલીસએ આગળની તપાસ હાથ ધરી છ.ે

ઘરમાંથી કાઢી મુકી

ખંભાળીયા ભગવતી હોલની બાજુમાં રહેતા પરણીતા કૃપાબેન ગોસાઇને તેના લગ્ન જીવન દરમિયાન ઘરકામ બાબતએ તેમજ ખોટી શંકા કરી મેણાટોણા મારી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકયાની ફરીયાદ આરોપી વતી ભાર્ગવપુરી હેમપુરી ગોસાઇ (ર) હેમપુરી સુંદરપુરી ગોસાઇ (૩) કલ્પનાબેન હેમપુરી ગોસાઇ રહેવાસી બધાય ભાવનગર વાળા વીરૂધ્ધ ખંભાળીયા મહીલા પોલીસ સ્ટેનમાં પરણીતા કૃપાબેન ગોસાઇએ ઉપરોકત સાસરીયા વીરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છ.ે

ભાણવડમાં જુગાર

ભાણવડમાં આજ વિસ્તારમાં નદી કાંઠે જાહેરમાં ગંજીપાના પાના વડે જુગાર રમતા (૧) શાહનવાજ અનીસભાઇ મલેક (ર) નીલેશભાઇ ભીમાભાઇ બરગામા (૩) આશીફભાઇ રજાકભાઇ બુખારી (૪) અહેમદભાઇ યાસીનભાઇ બ્લોચ આ ચારેય ઇસમો પાસેથી રોકડા રૂપીયા ૪૦૬૦ સાથે ઝડપાઇ આવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં દારૂ

દ્વારકમાં પોલીસ ચેકીંગ દરમીયાન ટીવી સ્ટેશન પાસેથી આરોપી (૧) નરેશ રાજાભા બડીયા (ર) વાઘેર ઉ.૧૯ (ર) સગીર સુનીલ સુરેન્દ્રસિંહ ઉર્ફે કાનુડો કેર ઉ.૧૭ વાળા પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-ર કીમત રૂપિયા ૮૦૦ તથા મો.સા. કીંમત રૂપીયા ર૦૦૦૦ મળી કુલ રૂપિયા ર૦૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં રીધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા રાજેશ ઉર્ફે વીનોદભાઇ ભાયાણી પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૧૬ કીંમત રૂપિયા ૬૪૦૦ તથા મો.સા. કીમંત રૂપિયા ૩૦૦૦ મળી કુલ રૂપીયા ૩૬૪૦ સાથે ઝડપાઇ આવતા વધુ પુછપરછ હાથ ધરાતા અન્ય એક શખ્સ (ફરારી) દીલી સુમણીયા રહેવાસી ધીગકી વાળાનું નામ ખુલ્તા પોલીસએ ઉપરોકત ઇસમને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં એલસીબી. સ્ટાફના અશોકભાઇ કુલદીપસિંહ, અજીતભાઇ, અરવિંદભાઇ જોડાયા હતા. (૬.૧૭)

(12:44 pm IST)