Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જુનાગઢમાં ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સો રૂ. ૪૧ હજાર સાથે ઝબ્બે

ડીવાયએસપી રાણાની સ્કવોડનો સપાટો

 જૂનાગઢ તા. ૧ :.. જૂનાગઢમાં રાત્રે ડીવાયએસપી સ્કવોર્ડ છ  શખ્સોને રૂ. ૪૧ હજાર સાથે ઘોડી પાસાનો જૂગાર રામતા ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢમાં રંગમહેલ પાસે રહેતો ઇબ્રાહીમ દાદમહમદ બ્લોચ તેના મકાનમાં જૂગાર રમાડતો હોવાની બાતમી ડીવાયએસપી એમ. એસ. રાણાને મળતા એસ. પી.નિલેશ મજડીયાની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકની સ્કવોડનાં જાણકાર જે.પી. મેતા વગેરેએ ગત રાત્રે દરોડો પાડયો હતો.

પોલીસે ઇબ્રાહીમ દાદમહમદ ઉપરાંત હનીફ મુસા સીડી, લતીફ ઉમર, વિજય જગદીશ, સલીમ આરબ અને હનીફ ઇબ્રાહીમ  મહિડા સહિત છ શખ્સોએ રૂ. ૪૧,ર૭૦ ની રોકડ અને પ મોબાઇલ સાથે ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:02 pm IST)