Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કોટડાસાંગાણીના કરમાન પીપળીયા પાસે બે આહિર શખ્સો પર ફાયરીંગ અને છરીથી ખૂની હુમલો

નાના માંડવાનો જગદીશ લાવડીયા કૌટુંબીકભાઇ મોટા દડવાના ભાવેશ ડાંગર સાથે બેઠો હતો ત્યારે મોટા દડવાના વનરાજ કાઠી, કિરીટ તથા ૪ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યોઃ છરીથી ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મોટા દડવાના ભાવેશ ડાંગરને રાજકોટ ખસેડાયોઃ ભાનમાં આવ્યા બાદ હુમલાનું કારણ બહાર આવશે

કોટડાસાંગાણી તા. ૧ : કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા ગામના પાટીયા પાસે ગતરાત્રે નાના માંડવા અને મોટા દડવાના બે કૌટુંબીક આહિર ભાઇઓ પર મોટા દડવાના છ કાઠી શખ્સોએ ફાયરીંગ કરી છરીથી ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ મોટા દડવાના આહિર યુવાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે અન્ય એક આહિર યુવાનનો બચાવ થયો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ આટકોટ હાઈવે પરના કોટડાસાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા ગામના પાટીયા પાસે બાકડા પર બેઠેલા મોટા માંડવા ગામના જગદીશ લાવડીયા અને તેમના ફઇના દીકરા ભાવેશ સાર્દુલભાઇ ડાંગર પર મોટા દડવા ગામના વનરાજ વલકુ કાઠી અને કિરીટ કાઠી તેમજ અજાણ્યા ચાર શખ્સો મોટરસાયકલ તેમજ કાર મા ધસી આવી વનરાજ કાઠી એ રિવોલ્વર થી ફાયરીંગ કર્યુ હતુ અને કિરીટ કાઠી છરી વડે ભાવેશ પર તુટી પડ્યો હતો જેમા ભાવેશ ને છાતી તેમજ પીઠના ભાગે આડેધડ છરી ના ઘા ઝીંકી દીધા હતા. હુમલો તમામ શખ્સો નાશી છુટ્યા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત ભાવેશને સારવાર અર્થે રાજકોટ ની ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે જયા ભાવેશ હાલત ગંભીર હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે હાલ પોલીસે જગદીશ લાવડીયાની ફરીયાદ પરથી કયા મામલે હુમલો કર્યો અને ફરાર આરોપી ઓ ને ઝડપી પાડવા કોટડાસાંગાણી પોલીસના પીએસઆઇ વી.કે.ગોલ્વેલકર સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખૂની હુમલામાં ઘવાયેલ ભાવેશ ડાંગર મોટા દડવા ગામનો છે અને આરોપીઓ પણ મોટા દડવા ગામના છે. બંને વચ્ચે કોઇ મનદુઃખ થતાં આ જીવલેણ હુમલો થયો છે. ઇજાગ્રસ્ત મોટાદડવાના ભાવેશ ભાનમાં આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે.

ફરીયાદી જગદીશભાઇ લાવડીયાને પોલીસ પૂછતાછમાં આ ખૂની હુમલા અંગે પોતે કંઇ ન જાણતો હોવાનું જણાવ્યું છે.

બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે આઇ.પી.સી. ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(12:00 pm IST)