Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

નોકરીઓનો ધોધ વછૂટયોઃ મારો ધૂબાકા

GPSC દ્વારા વર્ગ ૧,ર અને ૩ ની ભરતી, ધોરણ ૧૦ અને ITI પાસ માટે રેલ્વેમાં : ભરતી, વિજ કંપનીઓ તથા રીઝર્વ બેન્ક દ્વારા સેંકડો ભરતીઓ. : સ્નાતક કક્ષાના ઉમેદવારો માટે પણ સમગ્ર ભારતમાં રોજગારીની તકો ઉપલબ્ધ

રાજકોટ તા. ૩૧ : હાલના જ્ઞાન, માહિતી તથા સ્પર્ધાના સમયમાં આજનું યુવાધન જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યું હોય છે તેવી વિવિધ સરકારી નોકરીઓ આવી ગઇ છે સમાજમાં માન-મોભો-પ્રતિષ્ઠા આપતી તથા ભવિષ્યને ઉજ્જવળ બનાવતી નોકરીઓ માટે ઘણીબધી ભરતી જાહેરાતો બહાર પડી રહી છે.ે આ તમામ વિગતો ઉપર એક નજર કરીએ તો....

. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ૧૦/૯/ર૦ર૦ (બપોરે ૧ વાગ્યા સુધી) ની છેલ્લ્ી અરજી તારીખ સાથે વર્ગ-૧,ર અને ૩ ની કુલ ૧૪પ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છ.ે વિવિધ જગ્યાઓમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફીસર વર્ગ-ર, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩, પોલિસ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-ર, નાયબ નિયામક, પશુપાલન વર્ગ-૧, ખેતી અધિકારી વર્ગ-ર, આચાર્ય, ગુજરાત પરિચારિકા સેવા વર્ગ-૧, વ્યાખ્યાત-ગુજરાત પરિચારિકા સેવા વર્ગ-૧, ડેન્ટલ સર્જન, જનરલ સર્જન, ફીઝીશ્યન, નેત્ર સર્જન, ડર્મેટોલોજીસ્ટ ઓર્થોપેડીક સર્જન, ગાયનેકોલોજીસ્ટ તથા એનેસ્થેટીસ્ટ (તમામ વર્ગ-૧) સેકશન અધિકારી વર્ગ-ર, ભાષાંતરકાર વર્ગ-૩, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-ર, કેમીસ્ટ વર્ગ-૧, મદદનીશ પ્રાધ્યાપક

- પ્રોસ્થોડોન્ટિકસ એન્ડ ક્રાઉન એન્ડ બ્રીજ વર્ગ-૧, મોટરવાહન નિરીક્ષક વર્ગ-ર તથા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-૩નો સમાવેશ થાય છે. ઉમેદવારોએ કરેલ ઓનલાઇન અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી સુધારાને પાત્ર રહેશે. ઉપરોકત જગ્યાઓમાં રાજ્ય વેરા નિરીષક વર્ગ-૩, પોલિસ ઇન્સ્પેકટર વર્ગ-ર, સેકશન અધિકારી વર્ગ-ર તથા ખેતી અધિકારી વર્ગ-ર માટે સ્નાતક થયેલા ઉમેદવારો અરજીપાત્ર છે. બાકીની તમામ જગ્યાઓ માટેની લાયકાત અલગ-અલગ છ.ે

જગ્યાઓ માટેની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઇઓ તથા અન્ય વિગતો આયોગના નોટીસ બોર્ડ ઉપર કે પછી વેબસાઇટસ ઉપર જોઇ શકાય છ.ે

https://gpsc.gujarat.gov.in તથા  

https://gpsc-ojas.gujarat.gov.in

. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ, અમદાવાદ (૦૭૯ ૬૭૭૭પ૪૮૮) દ્વારા ર૪/૧/ર૦ર૦ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે એરો રોબોટીકસ તથા સ્ટેટસ્ટીકસ માટે ફેકલ્ટીઝની ભરતી ચાલે છ.ે

ww.iit ram.ac.in

. ઇન્ડિયન રેલ્વેમાં ભરતી અંતર્ગત સેન્ટર રેલ્વે, આરઆરબીમાં ધોરણ ૧૦ તથા ITI પાસ માટે રર/૧/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ફીટર, વેલ્ડર, કારપેન્ટર, પેઇન્ટર, ટર્નર, મિકેનિક, ટેઇલર, ઇલેકટ્રીશ્યન સહિતની રપ૦૦ ઉપરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.rrccr.com

. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૬/૧/ર૦ર૦ની ઓનલાઇન અરજી તારીખ સાથે બેન્કના વિવિધ કાર્યાલયોમાં સહાયક (આસીસ્ટન્ટ)ની કુલ ૯૨૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.rbi.org.in

. પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાત વીજ કંપની લી., એમ તમામ વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ) ની સેંકડો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે તમામમાં ઓનલાઇન અરજી કરવાની તારીખો અલગ-અલગ છે જે વેબસાઇટ ઉપર આપેલ છે.

-www.pgvcl.com

- http://www.mgvcl.com/career

-www.dgvel.com/-advertiseme nt

- http://www.ugvcl.com

. ઇસ્ટ કોસ્ટ રેલ્વે દ્વારા ૬/૧/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૧ર૧૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

east coast trail.indian railways.gov.in

. RSMSSB રાજસ્થાન દ્વારા ગવર્નમૈન્ટ એકાઉન્ટન્ટની (પટવારી) ૪ર૦૭ જગ્યાઓ માટે ૧૯/ર/ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://rsmssb.rajasthan.gov.in

. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ૮/૧/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ડીસ્ટ્રીકટ જજ (એન્ટ્રી લેવલ)ની કુલ ૩ર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.hcmadras.tn.nic.in આટ આટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છ.ેત્યારે યોગ્ય લાયકાત, સટોચ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હાકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છ.ે સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છ.ે સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ અપડેટ થયેલ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે. કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન  મળી શકે)

(3:42 pm IST)