Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

પંચનાથ હોસ્પિટલમાં માત્ર રૂ.૫૦માં ચામડી- કિડનીના રોગોનું નિદાન- સારવાર

ડો.મૌલિક શિણોજીયા એન ડો.કૃણાલ કુંદડીયાની સેવા

રાજકોટઃ શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પરીસરમાં છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત એવી શ્રી પંચનાથ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે નિદાન કરી આપવામાં આવે છે.આ હોસ્પિટલમાં ચામડીના રોગોના નિષ્ણાંત ડો.મૌલિક શિણોજીયા (એમ.બી.બી. એસ, ડી.વી.ડી.), સોમ થી શુક્ર દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન મળી શકે છે. ચામડીના જટીલ અને હઠીલા રોગો જેવા કે સફેદ ડાઘ, ખીલના ડાઘ, વાળની સમસ્યા (ખરતાં વાળ, સફેદ વાળ, પાતળા વાળનું સચોટ નિદાન તથા સારવાર) જેવા રોગોની સારવાર ઝડપથી તથા સચોટ રીતે કરી આપે છે. ડો.મૌલિક શિણોજીયા, ૪ વર્ષનો અનુભવ ધરાવે છે. જેમણે શ્રી પંચનાથ હોસ્પિટલમાં આજ સુધી ૨૧૨૬ જેટલા દર્દીઓને તપાસી સચોટ નિદાન કરેલ છે.

આ ઉપરાંત કીડની, પથરી, પ્રોસ્ટેટ અને પુરૂષ વંધ્યત્વની બીમારીના નિષ્ણાંત ડો.કૃણાલ કુંદડીયા (એમ.બી.બી.એસ., એમ.એસ., ડી.એન.બી.), યુરોલોજીસ્ટ તથા એન્ડ્રોલોજીસ્ટ પણ દર સોમ, મંગળ, ગુરૂ તથા શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક દરમ્યાન મળી શકે છે. તેઓ દુરબીનથી યુરીનની પથરીની સારવાર, દુરબીનથી પ્રોસ્ટેટની સારવાર, કીડની પ્રોસ્ટેટ યુરીનની કોથળીની કેન્સરની સારવાર, સ્રીઓને થતા યુરીન લીક કે વારંવાર થતી રસીની સમસ્યા, બાળકોના યુરીનનો કે કડીનીના રોગો, પુરૂષોના વંધ્યત્વના રોગો, પથરીનો દુખાવો, પડખામાં દુખાવો તેમજ વારંવાર થતી પથરીની બીમારી જેવા રોગોમાં સચોટ સારવાર અને માર્ગદર્શન આપવાના નિષ્ણાંત છે.

કોઈપણને પેશાબ અટકી અટકીને થવો, પેશાબના માર્ગમાં દુખાવો થવો કે બળતરા થવી, રાત્રીના સમયે વારંવાર પેશાબ કરવા જવું પડે, પુરતો પેશાબ ન થવો કે પેશાબ કર્યા પછી પણ સામાન્ય કરતા વધુ પેશાબ લાગવો, મોટી ઉંમરના બાળકોને રાત્રીમાં પથારીમાં જ પેશાબ થઈ જવો, વારંવાર પેશાબમાં રસી થઈ જવા, ઉધરસ વખતે કે ચાલતા ચાલતા પેશાબ લીક થઈ જવો, પુરૂષોમાં શુક્રાણુંની ખામી જેવા લક્ષણો જણાયતો તેના સારવાર માટે શ્રી પંચનાથ હોસ્પિટલની મુલાકાત કરીને ફકત રૂ.૫૦માં સચોટ અને ઝડપી સારવાર મેળવી શકાય છે.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના સર્વેશ્રી પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખશ્રી વસંતભાઈ જસાણી, મંત્રી તનસુખભાઈ ઓઝા, ખજાનચી મનસુખભાઈ ગોહેલ, ટ્રસ્ટીશ્રીઓ નિતીનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઈ લાલકીયા, ડી.વી. મહેતા, મયુરભાઈ શાહ, મનુભાઈ પટેલ આ રાહત દરે ચાલતા નિદાન કેન્દ્રનો રાજકોટની જનતા વધુને વધુ લાભ મેળવી શકે તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

શ્રી પંચનાથ હોસ્પિટલમાં ડો.લક્ષમણભાઈ ચાવડા, ડો.વિનોદભાઈ પંડયા, ડો.રવિરાજ ગુજરાતી, લલીતભાઈ ત્રિવેદી વગેરેનો સહકાર અને માર્ગદર્શન સતત મળતો રહ્યો છે.

આ અંગેની વધુ માહિતી માટે સતત કાર્યશીલ એવા પંકજભાઈ ચગ (મો.૯૮૭૯૫ ૭૦૮૭૮) અને ધ્રુતીબેન ધડુક (હોસ્પિટલ પર) અથવા તો (૦૨૮૧) ૨૨૨૩૨૪૯ અને (૦૨૮૧) ૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)