Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

પ્રો.ડો. કોમલ બોરીસાગરને ISTEનો બેસ્ટ વુમન ફેકલ્ટી ઇન ડિગ્રી એન્જીનિયરીંગનો એવોર્ડ

રાજકોટ : કેન્દ્રની સંસ્થા ઇન્ડિયન સોસાયટી ફોર ટેકિનકલ એજ્યુકેશન દ્વારા દર વષે અપાતા પ્રતિષ્ઠિત રિજિયોનલ અવોર્ડસમાં વર્ષ ૨૦૧૯નો બેસ્ટ વુમન ફેકલ્ટી ઇન ડીગ્રી એન્જિનિરીંગનો એવોર્ડ અગાઉ આત્મીય યુનિવર્સીટી રાજકોટમાં તથા હાલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં મોબાઇલ કોમ્પ્યુટીંગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાજકોટના પ્રો.ડો. કોમલ બોરીસાગર ને એનાયત કરવામાં આવ્યો છે.

આઇ.એસ.ટી.ઇ. એટલે કે ઇન્ડિયન સોસાયટી ફોર ટેકિનકલ એજ્યુકેશન એ માનવ સંશોધન વિકાસ મંત્રાલય, ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ.આઇ.સી.ટી.ઇ. (AICTE) તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર માન્ય ટેકિનકલ સંસ્થાઓ ને સહકાર આપતી સ્વતંત્ર કેન્દ્રવર્તી સંસ્થા છે. આઇ.એસ.ટી.ઇ. માં હાલ સમગ્ર ભારતમાં એક લાખ ચોવીસ હજારથી પણ વધારે લાઇફ મેમ્બર્સ,૫ લાખ થી પણ વધારે સ્ટુડન્ટસ મેમ્બર,બે હજાર સાતસો થી વધારે ઇન્સિટટ્યૂશનલ મેમ્બર્સ જોડાયેલા છે. આઇ.એસ.ટી.ઇ. દ્વારા દર વર્ષે એન્જિનિરીંગ કોલેજોના ટીચર્સને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ પાસાઓની ચકાસણી કાર્ય બાદ વિવિધ પ્રકારના એવોર્ડસની જાહેરાત કરવામાં આવતી હોય છે.જેમા મુખ્યત્વે શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા રિસર્ચ પેપર, શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ કોકરીકયુલર અને સ્ટુડન્ટ વેલફેર પ્રવૃતિ, નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન, ટેકિનકલ બુક પબ્લિકેશન, એકસપર્ટ લેકચર વગેરે જેવા અનેક પાસાઓ આવરી લેવામાં આવે છે.

આઇ.એસ.ટી.ઇ. નું સ્ટેટ ફેકલ્ટી કન્વેન્શનનું આયોજન અમદાવાદની સાલ એન્જિનિરીંગ કોલેજ ખાતે કરવામાં આવેલું હતું. ફેકલ્ટી કન્વેન્શન પ્રોગ્રામમાં મુખ્ય મેહમાન તરીકે રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીનભાઇ શેઠ, આઇ.એસ.ટી.ઇ ગુજરાત સેકશનના ચેરમેન શ્રી કે.એમ.ભાવસાર વગેરેની ઉપસ્થિતિમાં સાલ એજ્યુકેશન કેમ્પસના ડાઇરેકટર એન્ડ જી.ટી.યુ.ના ઝોનલ ડીન શ્રી રૂપેશ વસાણીના હસ્તે ડો.કોમલ બોરીસાગરને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રો.ડો.કોમલ બોરીસાગર મો. ૯૯૨૫૦૪૧૪૧૬ ને મળેલા બેસ્ટ વુમન ફેકલ્ટી ઇન ડિગ્રી એન્જિનિરીંગ એવોર્ડ બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીનભાઇ શેઠ, રજિસ્ટ્રાર શ્રી કે.એન. ખેર, આત્મીય યુનિવર્સીટીના ટ્રસ્ટી શ્રી ત્યાગવલ્લભ સ્વામી, પ્રિન્સિપાલ શ્રી જે.ડી. આચાર્ય તથા તમામ શિક્ષકગણે અભિનંદન આપેલા હતા.

(3:30 pm IST)