Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

૩૧મીની આગલી રાતે નશો કરી વાહન હંકારતા ૧૫ ઝપટે ચડ્યાઃ છરી-ધોકા સાથે ૦૩ અને દેશી સાથે ૦૩ પકડાયા

શહેર પોલીસનું ઠેકઠેકાણે ચેકીંગઃ ફૂટ પેટ્રોલીંગઃ બ્રેથએનલાઇઝરનો ઉપયોગ કરી ડમડમ હાલતમાં નીકળનારાઓને શોધી કઢાયા

રાજકોટઃ ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં કોઇ છાટોપાણી લઇને છાંકટા ન બની જાય એ માટે પોલીસ તંત્ર સતત પખવાડીયાથી ડ્રાઇવ યોજી નશાખોરો, બૂટલેગરો, ડમ-ડમ થઇ વાહન હંકારનારા તેમજ છરી સહિતના હથીયારો સાથે રાખી નીકળતાં લોકોને પકડી કાર્યવાહી કરી રહી છે. વાહનોના કાચ પરથી કાળી ફિલ્મ પણ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ અલગ-અલગ ઝોનના એસીપી અને જે તે ઝોનના પોલીસ મથકના પીઆઇ તથા તેમની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું છે. ગત રાતે પણ શહેર પોલીસે અલગ-અલગ સ્થળે વાહન ચેકીંગ તથા બ્રેથએનલાઇઝરનો ઉપયોગ કરી નશાખોરોને શોધવાની કામગીરી કરી હતી. જેમાં દારૂ પીધેલા ૧૫ શખ્સો ઝડપાઇ ગયા હતાં. દારૂ સાથે ૦૩, છરી સાથે ૦૨ અને લાકડી સાથે ૦૧ પકડાયો હતો.

પોલીસે જ્યુબીલી શાક માર્કેટ રોડ પરથી વાવડી વિશ્વકર્મા સોસાયટીના પ્રકાશ નારણભાઇ ઝરીયાને છરી સાથે, ચુનારાવાડ-૫ના ખુણેથી રોહિત ભરતભાઇ સોલંકી (રહે. કુબલીયાપરા)ને દારૂ પી વાહન હંકારતા, ઢેબર કોલોની પાસેના ઝૂપડામાંથી કંચન ભરતભાઇ ચુડાસમાને હદપાર ભંગ સબબ, કોઠારીયા કોલોની રોડ પરથી રણુજા સોસાયટીના વિજય દલપતભાઇ મોરીને નશો કરી બાઇક હંકારતા, આજીડેમ ચોકડીએથી રાજલક્ષ્મી સોસાયટીના અશોક લવજીભાઇ પટોડીયાને દારૂ પી નંબર વગરનું ટુવ્હીલર હંકારતા, ખોખડદળ પુલ પાસેથી  શિવપાર્કના રાજેશ વસંતભાઇ સાકરીયાને દારૂ પી બાઇક હંકારતા, વેલનાથપરા નદી કાંઠેથી અનિલ જગદીશભાઇ કાચોડા અને સંજય ઉર્ફ ટકો ગોવિંદભાઇ દેકાવડીયાને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે, મવડી ચોકડીએથી વિનાયકનગરના નિતેશ કિશોરભાઇ રાઠોડને નશો કરી બાઇક હંકારતા, મવડી ઓવર બ્રિજ નીચેથી લોાહનગરની આશા દિપક જાદવને રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે, હનુમાન મઢી પાછળ રંગ ઉપવનના ગેઇટ સામેથી છોટુનગર ઝૂપડપટ્ટીના અર્જુન ભીખાભાઇ અધારીયાને રૂ. ૧૮૦ના દારૂ સાથે, મઢી ચોકમાંથી ભગવતીપરાના વિશાલ ઉર્ફ લિવ મોતેશભાઇ ક્રિશ્ચીયનને દારૂ પી રિક્ષા હંકારતા, શાસ્ત્રીનગર નાના મવા રોડના અતુલ સુરેશભાઇ સુરાણીને રામાપીર ચોકડીએ દારૂ પી વાહન હંકારતા પકડી લેવાયા હતાં.

આ ઉપરાંત કૃષ્ણનગરના નિતીન રસિકભાઇ દવેને જીવરાજ પાર્ક રોડ પરથી દારૂ પી કાર હંકારતા પકડી લેવાયો હતો. તેની સાથે સત્ય સાઇ રોડ ફુલવાડી પાર્કના અશ્વિન મોહન સભાયા પણ નશો કરેલ મળતાં કાર્યવાહી થઇ હતી. મોકાજી સર્કલ પાસેથી ભગીરથ સોસાયટીના નિર્ભય મગનભાઇ મેરને કારમાં લાકડી રાખી નીકળતાં, વાવડી પુનિતનગર ચોકડી પાસેથી વાવડી વૃજ વિલા એપાર્ટમેન્ટના હિતેષ અરવિંદભાઇ ભુવાને દારૂ પી બાઇક હંકારતા, આંબેડકરનગર-૧૩ના ભરત કિશોરભાઇ પરમારને દારૂ પી બાઇક હંકારતા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી ભીમનગર રોડના કાળુ રાજુભાઇ સાડમીયાને છરી સાથે, રૈયાધારના સતિષ બિજલભાઇ બાલાસરાને રૈયાધારમાંથી દારૂ પી બાઇક હંકારતા, રૈયા ચોકડીએથી સાધુ વાસવાણી રોડ પંજુરી પેલેસ ફલેટ-૪૦૩ના અમરશી ભીમજીભાઇ ગોપાણીને દારૂ પી કાર હંકારતા તેમજ ભગવતીપરાના દિપરાજ વસ્તાભાઇ ખાચરને રૂ. ૪૫૦૦ની રોયલ ચેલેન્જની ૩ બોટલ સાથે પકડી લેવાયો હતો. જ્યારે ધાંધલ પીપળીયાના જયપાલ ઉર્ફ ચિરાગ જીતેન્દ્રભાઇ ચોૈહાણને અને રૈયાધારના જગદીશ ગોપાલભાઇ પરમારને નશો કરી વાહન હંકારતા પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

એસીપી પશ્ચિમ પી. કે. દિયોરા, પ્ર.નગર પીઆઇ એમ.સી. વાળા, પીએસઆઇ બી.વી. બોરીસાગર, જંકશન ચોકીના આર. એન. હાથલીયા તથા ડી. સ્ટાફની ટીમે જંકશન રોડ, ભીસ્તીવાડ, પરસાણાનગર, પોપટપરા, રેલનગર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરી કરી હતી.

(3:30 pm IST)