Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મુંબઇની કંપની વિરૂધ્ધ કર્મચારીએ પગાર-ભથ્થા અંગે કરેલ દાવો મંજુર

રાજકોટ તા.૩૧: પીકમે ઇ-સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેઇટ લી.નામે મુંબઇમાં કંપની વતી દંધો કરતા હોવાના દાવા સાથે રાજકોટ હેડ કવાટર ખાતે રાજકોટના જીજ્ઞેશભાઇ ચુનીલાલ કારીયાને સારા પગારની ઓફર તથા જવાબદારીઓ સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર માટે એરીયા સેલ્સ મેનેજરની જગ્યા ઉપર નીમણુક આપેલ પરંતુ ત્રણ માસ થવા છતા તેમણે પગાર કે મુસાફરી ભથ્થાની રકમ ચુકવવાને બદલે ત્રણ મહિના કામગીરી લઇ અને અચાનક નોકરીમાંથી ખોટા બહાનાસર પગાર, ભથ્થાઓ ચુકવવાના બદલે છુટા કરી દિધેલ જેથી કોર્ટમાં દાવો કર્યો હતો. જેને કોર્ટે મંજુર કર્યો હતો.

નોકરીમા પગાર ચુકવવામાં આવશે તેવી બાહેધરીના આધારે વાદી કારીયાએ પ્રતિવાદી કંપનીના અધિકારીઓએ આપેલ વિશ્વાસ ઉપર ભરોસો રાખી ત્રણ મહિના સુધી કામ કરી બહારગામ પણ કંપની વતી કામ કરી પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણીકતા પૂર્વક બજાવેલ તેથી પગાર તો નહિ પરંતુ ખર્ચની રકમ પણ પોતાના ખીસ્સા માથી વાપરવાની હદ આવ્યા પછી પગાર,ખર્ચ,ભથ્થાની રકમની ઉઘરાણી કરતા તેઓ પગાર ચુકવવાને બદલે ખોટા કારણો આગળ ધરી છુટા કરેલ અને પગાર ભથ્થાઓ નહિ ચુકવતા, લેણા પગાર તથા ભથ્થાની રકમ અંગેનો રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ સદર દાવામાં રજુ થયેલ દસ્તાવેજો અને વાદી વતી તેમના વકીલશ્રી ગૌરાંગ એ.માંકડની દલીલો અને હકીકતોને લક્ષમા લઇ કોર્ટે વાદીનો લેણા પગાર તથા ભથ્થાની રકમ ૭ ટકાના વ્યાજથી વસુલ મળવા અંગેનું કંપની વિરૂધ્ધ હુકમનામુ કરી વાદીનો દાવો મંજુર કરેલ છે.

આ કેસમા વાદી વતી લીગલ એઇડના પેનલ એડવોકેટ શ્રી ગૌરાંગ એ.માંકડ રોકાયેલ હતા.

(3:41 pm IST)