Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સિકયુરિટી ગાર્ડને ફરજમાં બેદરકારી બદલ બરતરફ કરતા મ્યુ.કમિશ્નર

રાજકોટ, તા.૩૧: રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા અધિકારીશ્રી દ્વારા સિકયુરિટી ગાર્ડ (એકસ સર્વિસમેન) તરીકે નિમણુંક થયેલ નરશીભાઈ પાલાભાઈ પડાયાને કચેરીના ઝુ ખાતેની ફરજ દરમ્યાન નશીલી હાલતમાં મળતા નોકરીમાંથી બરતરફ કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કર્યો છે.

 આ અંગે કોપોરેશનની સતાવાટ યાદમાં જણાવ્યા મુજબ ઝૂ ખાતે સિકયુરિટી ગાર્ડની ફરજ બજાવતા  નરશીભાઈ પડાયા ફરજ દરમ્યાન નશીલી હાલતમાં મળી આવેલ હતા.  પડાયાને કારણદર્શક નોટીસ આપવામાં આવેલ જેનો પ્રત્યુત્ત્।ર સમય મર્યાદામાં ન આપતા તેને તાત્કાલિક ફરજ પર હાજર થવા તેમજ નોટીસનો પ્રત્યુત્ત્।ર પાઠવવા નોટીસ આપવામાં આવેલ હતી. નોટીસનો પણ પડાયા દ્વારા જવાબ ન આવતા નાયબ પોલીસ અધિક્ષક તેમજ સુરક્ષા અધિકારીએ આ અંગે જરૂરી રીપોર્ટ કર્યો હતો. નરશીભાઈ પડાયા મહાનગરપાલિકાની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર ગેર હાજર રહી મહાનગરપાલિકાના શિસ્ત પાલનના નિયમોનો ભંગ કરેલ છે.

જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષ કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેમજ લાંબી ગેરહાજરીથી સંસ્થાના સરળ વહિવટમા વિક્ષેપ થતો હોઈ, સિકયુરિટી ગાર્ડ (એકસ સર્વિસમેન) તરીકે ફરજ બજાવતા શ્રી નરશીભાઈ પાલાભાઈ પડાયાને તેમને સોંપેલ સિકયુરિટી ગાર્ડની કામગીરીમાંથી મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ બરતરફ કરેલ છે. તેમ કોપોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું.(૨૨.૧૭)

(3:38 pm IST)