Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ધીરૂભાઇ કોળીનું ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા મોતઃ રિક્ષા ડિવાઇડરમાં ચડી ગઇ

માલીયાસણ પાસે બનાવઃ કોળી વૃદ્ધના મોતથી પરિવારમાં શોક

રાજકોટ તા.૩૧: માલીયાસણ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા કોળી વૃદધનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા ધીરૂભાઇ નરશીભાઇ બાવળિયા (ઉ.વ.૬૦) ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા સુધી રીક્ષા ચલાવતા હોઇ તેથી તે ગલકાલે કુવાડવાથી રીક્ષા લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે માલીયાસણ ચોકડી પાસે ચાલુ રીક્ષામાં તેને હાર્ટએટેક આવતા તે પડી ગયા હતા. અને રીક્ષા ડિવાઇડરમાં ચડી ગઇ હતી. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા કોળી વૃદ્ધનું મૃત્યુ નિપજયંુ હોવાનું જણાતા પોલીસેને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી તથા નિલેષભાઇએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક ધીરૂભાઇ રીક્ષા ચલાવતા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે.(૧.૭)

(12:10 pm IST)