Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કાળીપાટ ડબલ મર્ડર કેસમાં ૪ શખ્સોના જામીન ફગાવાયા

નવ વર્ષ પહેલા નજીવી બાબતે બે યુવકની બે મહિલા સહિત ૧૦ શખ્સોએ હત્યા નિપજવી 'તી

રાજકોટઃ તા.૩૧, રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીગણા માં થયેલા ડબલ મર્ડર કેસમાં ચાર શખ્સોની  જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાનીના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિત્નધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધીત્ન રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુંનો નોંધી તપાસની ધરપકડ કરી તપાશ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા છગન, ધીરૂ,સુરેશઅને દિનેશ દુધરેજીયાએ જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલ રુપ્રજસિંહઅને સ્પે. પીપી અનિલભાઇ દેશાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશન્સ જજ આર. એલ. ઠકકર એ ચારેય શખ્સોની  જામીન અરજી નામંજૂર કરી છે.

મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે ત્નરૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

(2:33 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST