Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો નીતીન પોહાની પકડાયો

રાજકોટ,તા. ૩૧: કોઠારિયા મેઇન રોડ દેવપરા શોપીંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ભકિતનગર પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર દેવપરા શોપીંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં એક શખ્સ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વાલજીભાઇ જાડા, અને દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલા હેડ કોન્સ. મનરૂપ ગીરી, વાલજીભાઇ, હિતેન્દ્રસિંહ, ભાવેશભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, રણજીતસિંહ અને મૈસુરભાઇ સહિતે દરોડો પાડી દેવપરા શોપીંગ સેન્ટરમાં આવેલી ગંગા સીલેકશન નામની દુકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા નીતીન ગોરધનભાઇ પોહાની (ઉવ.૩૦) (રહે . પુજા પાર્ક શેરી નં. ૨)ને પકડી લઇ રૂ. ૧,૧૨૦ની રોકડ તથા એક મોબાઇલ મળી રૂ. ૮૧૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(2:31 pm IST)