Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓન્લી શ્રી રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા રવિવારે સામા કાંઠે જલારામ જયંતિ ઉત્સવ

રાજકોટઃ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૪, ૫, ૬નાં વિસ્તારોના રહેવાસીઓ માટે ઓન્લી શ્રી રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આગામી તા. ૩ નવેમ્બરને રવિવારે સાંજથી જલારામ જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. આ પ્રસંગે રાઘવજીભાઈ રાજાણી, રાકેશભાઈ પોપટ, ભીખાલાલ પાઉં, ધર્મેન્દ્રભાઈ ચંદારાણા ખાસ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ ઉત્સવ દરમિયાન બુંદી, ગાંઠીયા, કઢી, ખીચડી, પુરી, શાક, સંભારો, છાસનો સંપૂર્ણ ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે. આ ઉત્સવ અને ભોજન પ્રસાદનો પૂણ્યલાભ લેવા સૌ વિસ્તારવાસીઓને સંસ્થાના હોદેદારોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે. તસ્વીરમાં 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત વખતે શ્રી જલારામ જયંતિ ઉત્સવની વિગતો જણાવી રહેલા સંસ્થાના હોદેદારો દર્શાય છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પરેશભાઈ પોપટ, રાકેશભાઈ ભાયાણી, મનોજભાઈ ચતવાણી, દિપકભાઈ ખખ્ખર, મહેશભાઈ ભુપતાણી, આલાપભાઈ મૃગ, મયુરભાઈ સેજપાલ, ધર્મેશભાઈ કાછેલા, મીતભાઈ રાજાણી, અનીલભાઈ રાજાણી, હસુભાઈ ચાંદરાણી, ભરતભાઈ બલદેવ, નિલેશભાઈ ચંદારાણા, પ્રતિકભાઈ પોપટ, નિમેશભાઈ પોપટ, સંદિપભાઈ કોટેચા, પ્રકાશભાઈ સાતા, સ્મીતભાઈ રાજાણી, ધર્મેશભાઈ પોપટ, યોગેશભાઈ સોમૈયા, ગોપાલભાઈ હીંડોચા, મહેન્દ્રભાઈ જોબનપુત્રા, રવિભાઈ રાચાણી, હાર્દિકભાઈ કોટક, ગિરીરાજભાઈ મીરાણી, દિપભાઈ સોમૈયા, રાઘવભાઈ બલદેવ સહિતના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)