Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ચાર દિ'માં પ્રદ્યુમન પાર્ક ૪૦ હજાર લોકોએ નિહાળ્યુઃ ૧૦ લાખ આવક

રાજકોટ, તા.૩૧: શહેરની  ભાગોળે લાલપરી તળાવ પાસે આવેલ કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુમાં દિવાળીના તહેવારમાં માનવ મહેરામણ ઉમટયો હતો.  તંત્રને દસલાખની આવક થવા પામી હતી.

આ અંગે ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યુ હતુ કે, દિવાળીની રજાઓમાં તા.૨૭ થી તા.૩૦ સુધી ૪૦ હજાર  મુલાકાતીઓએ મુલાકાત   લીધી હતી. જેમાં તા.૨૭નાં ઙ્ગ૩૨૫૬ મુલકાતીઓએ મુલાકાત લેતા રૂ.૮૨,૨૨૫,તા.૨૮નાં ૧૨,૨૨૧મુલકાતીઓએ મુલાકાત લેતા રૂ.૨,૮૮,૧૮૫, તા.૨૯નાં ૧૨,૪૬૧મુલકાતીઓએ મુલાકાત લેતા રૂ.૨,૯૪,૦૮૫ તથા તા.૩૦નાં ૧૦,૮૪૧ મુલકાતીઓએ મુલાકાત લેતા રૂ.૨,૫૪,૫૨૦ સહિત કુલ રૂ.૧૦ લાખની તંત્રને આવક થવા પામી હતી.

આવતીકાલે તા.૧નાં શુક્રવારનાં રોજ ઝુ લોકોમ માટે ખુલ્લુ રહેશે તેમ શ્રી હીરપરાની યાદીમાં જણાવાયુ હતુ.

(3:01 pm IST)