Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

૩૧ ઓકટોબરઃ સરદાર પટેલ જયંતિ

જમ્મુ-કાશ્મિર ભારતીય સંઘનું  પૂર્ણરૂપેણ લોકતાંત્રિક રાજય. ઈ.સ. પૂર્વે ર૪૪૮ થી ઈ.સ. ૧૩૩૯ સુધી ૩૭૮૭ વર્ષ સુધી જમ્મુ-કાશ્મિર હિંદુ રાજાઓ દ્વારા શાસિત રાજય હતું. ઈ.સ. પૂર્વે ૧૩૩૯થી ઈ.સ. ૧૮૧૯ સુધીના ૪૮૦ વર્ષમાં મુસ્લિમ મીરવંશ, મોગલવંશ અને દુરાનીવંશના અફઘાનો શાસન કરતા હતાં. ૧૮૧૯થી હિંદુ રાજા મહારાણા  રણજીતસિંહના શાસનના અંતે ૧૯૪૦ સુધી અંગ્રેજોના આધિપત્યમાં ગુલાબસિંહનું શાસન હતું.

૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ની ભારતની સ્વતંત્રતા પછી ૨૬ ઓકટોબર ૧૯૪૭ના દિવસે મહારાણા હરિસિંહે વિલયપત્ર પર (ઈન્સ્ટુમેન્ટ ઓફ એસેસન) સહી કરી ત્યારથી ભારતીય સંઘના રાજય તરીકે જમ્મુ-કાશ્મિર ભારતનું અવિભાજય અંગ છે.

સ્વતંત્રતા પછી તુરત, પાકિસ્તાનના આક્રમણને લીધે જમ્મુ-કાશ્મિરના કુલ ર,રર,ર૩૬ ચોરસ કિલોમીરટ ક્ષેત્રફળમાંથી ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ પર પાકિસ્તાને પીઓકે ગિલ્ગીટ-બાવલ્ટિસ્તાન, મીરપુર-મુઝરફરાબાદ-રાવલકોટ અને ૪૨,૦૩૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ પર ચીને ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો છે. ભારત પાસે માત્ર ૧,૦૧,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર જ છે. પંડિત નહેરૂએ, ડો. આંબેડકરના વિરોધ છતાં, મુસ્લિમ, તુષ્ટિકરણની રાજનીતિ સામે ઘુંટણીયે પડી ૧૭ નવેમ્બર,૧૯૫રથી બંધારણની ૩૭૦મી કલમ ઘુસાડી જે બંધારણના ર૧માં ભાગમાં ''અસ્થાયી, પરિવર્તનશીલ અને વિશેષ જોગવાઈ'' (ટેમ્પરરી, ટ્રાન્સીશનલ અને સ્પેશીયલ પ્રોવીઝન) તરીકે બતાવવામાં આવી છે, જેથી ત્યાં અલગ ધ્વજ, અલગ બંધારણ બન્યા, અને બાકી ભારતના નાગરિકો કરતાં વિશેષ અધિકારો મળ્યાં.

૧૯૫૪માં કલમ ૩૫-એ સંસદની મંજુરી વિના, બંધારણમાં ઉમેરાઈ જેમાં નાગરિકત્વ, મતાધિકાર, મિલ્કત માલિકી, વારસાઈ હક્કો, ભાગલા વખતના હિંદુ શરણાર્થીઓને નાગરિકતા જ આપવી એવી બાબતો જમ્મુ-કાશ્મિરની ધારાસભાને આધિન કરવામાં આવી. કલમ ૩૭૦માં દર્શાવ્યા પ્રમાણે આ કલમ સમાપ્ત કરવાનો ભારતના રાષ્ટ્રપતિને બંધારણીય અધિકાર છે તે મુજબ કલમ ૩૭૦ અને કલમ ૩પ-એ ને તા. ૫/૮/ર૦૧૯ના દિવસે સમાપ્ત કરતું. જાહેરનામું રાષ્ટ્રપતિએ બહાર પાડયુ અને એ જાહેર નામાના આધારે સંસદના બન્ને ગૃહોએ જમ્મુ-કાશિમરને સંઘ પ્રદેશ તથા લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજજો આપતો કાયદો પસાર કરી ઈતિહાસ રચ્યો છે આથી કલમ ૩૫-એ હેઠળ, ૧૯૪૪ પહેલા રહેતા નાગરિકોને જ કારશિમરના કાયમી નાગરિક ગણાતા હતા તે ખતમ થયું. ૧૯૯૦થી દરદરની ઠોકર ખાતા ૪ લાખ જેટલા કાશ્મિરી પંડિતોની વતન વાસપી શકય બની છે. બે લાખ કરતા વધુ હિંદુઓ ભાગલા પછી, જયાં સગવડ થઈ ત્યાં રહેવા લાગ્યા હતા તે હવે કાશ્મિરના નાગરિકો બન્યા છે. ભારતની સંસદના તમામ કાયદા, સ્વાયત સંસ્થાઓનું કાર્યક્ષેત્ર-અનામતના અધિકારો લાગુ થયા છે. જમ્મુ-કાશ્મિરમાં મિલ્કત ખરીદવાના, ઉદ્યોગો સ્થાપવાના, વેપાર કરવાના, શાળા-કોલેજોમાં અભ્યાસ કરવાના, લગ્ન પછી જમ્મુ-કાશ્મિર બહાર જતી બહેનોને સંપતિ-વારસાઈ મેળવવાના અધિકારો તમામ ભારતીયો માટે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. આંતકવાદ-અલગાવવાદને લીધે ૪ર૦૦૦ જેટલા નાગરિકો-સેનિકોના જાન ગયા છે, તેવી ઘટનાઓ હવે નિયંત્રીત કરી દેવાઈ છે. મુઠીભર કુટુંબોની  રાજકીય-વારસાઈ ખતમ કરી દેવાઈ છે. મુકત અને ન્યાયી ચુંટણી દ્વારા સ્થાનીય નેતાગીરી શાસન સંભળાશે એ સ્વપ્ન સાકાર થયું છે. હવે પાક અધિકૃત, કાશ્િ મરની પ્રાપ્તી અને એથી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ મોકળો થયો છે.(૩૦.૩)

શ્રી લલિતભાઈ મહેતા, પૂર્વ સાંસદ

(11:32 am IST)