Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ગાર્ડી વિદ્યાપીઠનો કરણ સાકરીયા ને શુેટીંગમાં સુવર્ણ ચંદ્રક

રાજકોટ : ગાર્ડી વિદ્યાપીઠની મિકેનીકલ એંજીનીયરીંગ શાખના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થી કરણ સાકરીયાએ તાજેતરમાં યોજાયેલ GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુ) ની ઇન્ટર ઝોનલ લેવલ સ્પર્ધાની '' સ્પીરીટ-૨૦૧૮-૧૯ ની ૧૦ મીટર પિસ્ટલ શુટીંગ સ્પર્ર્ધામાં પ્રથમ ક્રમાંકે સુવર્ણ પદક હાંસલ કરીને પંજાબ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યો છે. કરણ સાકરીયાને તેની સફળતા બદલ સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, વાઇસ ચેરમેન  કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, કેમ્પસ ડાયરેકટર ડો. એસ.બી. જાડેજા અને મીકેનીકલ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રિયાંક ઝવેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે સમગ્ર ગાર્ડી વિદ્યાપીઠ પરીવાર તરફથી શુભેચ્છાઓ આપી હતી.(૩.૧૧)

 

(4:18 pm IST)