Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

જુના માર્કેટ યાર્ડ પાસે મોડી રાત્રે કારચાલકે બે બાઇકને ઠોકરે ચડાવ્યાઃ બે યુવાનને ઇજા

શિવશકિત પાર્કના હર્ષિલ ગીણોયાની ફરિયાદ પરથી જીજે૧૦સીજી-૪૮૧૮ નંબરની કારના ચાલક સામે ગુનો

રાજકોટઃ મોડી રાત્રે જુના માર્કેટ યાર્ડ નજીક પેટ્રોલ પંપ સામે જીજે૧૦સીજી-૪૮૧૮ નંબરની અલ્ટો કારના ચાલકે બે બાઇકને ઉલાળી દેતાંનાશભાગ મચી ગઇ હતી. અકસ્માતમાં બાઇક પર બેઠેલા કુવાડવા રોડ શિવશકિત પાર્કમાં રહેતાં હર્ષિલ કાંતિભાઇ ગિણોયા (ઉ.૨૧) અને સાથેના સદ્દભાવના રેસિડેન્સીમાં રહેતાં મોહનભાઇ રવજીભાઇ કોબીયા (ઉ.૩૯)ને ઇજા થઇ હતી. તેમજ તેના નવેનવા બાઇકમાં નુકસાન થયું હતું. અન્ય એક બાઇક પણ ઠોકરે ચડ્યું હતું. મોહનભાઇ રાત્રે હર્ષિલના ઘરે ગયા હતાં. ત્યાંથી મિત્ર હર્ષિલને લઇ કોઠારીયા રોડ પર પોતાના કારખાને જવા નીકળ્યા હતાં. ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એમ. ઝાલા અને રાઇટર ધર્મેન્દ્રસિંહે હર્ષિલની ફરિયાદ પરથી કારચાલક  જામનગરના અલિયાબાડાના સિધ્ધરાજસિંહ દિપસિંહ જાડેજા સામે ગુનો નોંધી તેની બેફિકરાઇથી વાહન હંકારી અકસ્માત સર્જવા અંગે ધરપકડ કરી છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો જોઇ શકાય છે.

(4:05 pm IST)