Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ગાંધી મ્યુઝીયમની લોકપ્રીયતા અપારઃ ૫૦ વિદેશી સહિત ૧૨ હજાર મુલાકાતીઓ

રાજકોટઃ શહેરની આલ્ફેડ હાઇસ્કુલમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત એક મહિનામાં ૫૦ વિદેશી સહિત કુલ ૧૨ હજાર લોકો દ્વારા કરવામાં આવી છે. આજે સ્વીર્ઝલેન્ડ અને અમેરીકાના પ્રવાસીઓએ ગાંધી મ્યુઝીયમ નિહાળ્યુ હતુ. ઉપરોકત તસ્વીરમાં વિદેશી મુલાકાતીઓ દર્શાય છે. જયારે બીજી તસ્વીરમાં  મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની સાથે વિદેશી મુલાકાતી ચર્ચા કરતા  નજરે પડે છે.

(3:42 pm IST)