Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ગોવિંદબાગમાં કાલે રામદેવજી મહારાજનો ઉત્સવ

ભાદરવી બીજ નિમિતે કાલે બપોરે બટુક ભોજન અને રાત્રે પાટ ઉત્સવ : ડીસેમ્બરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન

રાજકોટ તા. ૩૧ : બાબા રામદેવજી મહારાજની કૃપાથી સંતકબીર રોડ પર ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે આવેલ રામદેવપીરના મંદિરે કાલે તા. ૧ રવિવારે ૩૧ માં પાટોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નકલંક રામદેવ સેવા ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે કાલે અહીં વિષ્ણુ યજ્ઞ થશે. સંતો મહંતો પધરામણી કરી આશીર્વચનો વરસાવશે. ભાદરવા સુદ બીજ નિમિતે કાલે બપોરે બટુક ભોજન તથા ગાય માતાઓને લીલો ચારો અપાશે. રાત્રે ૧૦ વાગ્યે પાટ ઉત્સવ અને સંતવાણી કાર્યક્રમો થશે.

દરમિયાન આગામી તા. ૧૨ ડીસેમ્બરના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું પણ આયોજન કરાયુ છે. જેમાં ૨૫ યુગલો સમૂહમાં લગ્નગ્રંથીથી જોડાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી રવિદાસ ગુરૂ કરશનદાસબાપુ (મો.૯૮૨૫૬ ૭૦૭૮૧) અને બાજુમાં ચીમનભાઇ જોશી, ધીરૂભાઇ સોની, મનિષભાઇ કાકડીયા, વલ્લભભાઇ ચીખલીયા નજરે પડે છે.

(3:47 pm IST)