Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

બ્રહ્મસમાજ એ જ્ઞાતિવાદી સંગઠન નહીં પણ રાષ્ટ્રવાદી સંગઠન છે

વિજયભાઇના હસ્તે બ્રહ્મરત્નો અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન : હરહર મહાદેવના નાદ ગુંજ્યા

રાજકોટ, તા. ૩૧ : શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે બ્રહ્મ ભોજન તેમજ જ્ઞાતિ ૨ત્નોનું સન્માન ક૨વાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે ૫ણ આ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ, બી.એ.પી.એસ. કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા.૩૦-રાખવામાં આવેલ હતો.

કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજય સંગીત નાટય એકેડમીના ચે૨મેનશ્રી પંકજભાઈ ભટૃના માર્ગદર્શન હેઠળ મોન્ટુ મહારાજ અને તેની ટીમ દ્વારા શિવ વંદનાના કાર્યક્રમ દ્વારા કરાવાયો હતો. સતત દોઢ કલાક શિવ આરાધનાથી વાતાવ૨ણ શિવમય બનાવ્યું હતું.

આ કાર્યક્રમનો પ્રારંભ વંદેમાત૨મ્ના ગાન કરી બ્રાહ્મણોએ રાષ્ટ્રવાદ વ્યકત કર્યો હતો. ત્યારબાદ અટલબિહારી બાજપાયજીને શ્રઘ્ધાંજલી આ૫વામાં આવી હતી.

ત્યા૨બાદના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વિશાળ હા૨થી  તેમજ ક૨વામાં આવ્યું હતું બ્રહ્મ મહિલા પાંખ દ્વારા તથા વિવિધ તળગોળના હોદેદારો દ્વારા ૫ણ સન્માન ક૨વામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સંયોજકશ્રી કશ્ય૫ભાઈ શુકલ અને શ્રી દર્શિતભાઈ જાનીએ  મુખ્યમંત્રીશ્રીને બ્રહ્મ સમાજ વતી મોમેન્ટો અ૫ર્ણ કરેલ.

સૌપ્રથમ બૂહ્મ સમાજના મહિલા મેય૨શ્રી બીનાબેન આચાર્યનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપી અભિવાદન કરાયું હતું. ત્યા૨બાદ વિવિધક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરી ૨હેલ ૧૪ બ્રહ્મૅ ૨ત્નોનું સન્માન ક૨વામાં આવ્યું હતું. જેમાં (૧) ડો. ભાવનાબેન કમલેશ જોષીપુરા (અઘ્યક્ષ અખિલ હિંદ મહિલા ૫રિષદ, સ્ત્રી સશકિતક૨ણ) (૨) કેપ્ટન જયદેવભાઈ જોષી (નિવૃત્ત્। આર્મિ ઓફિસ૨) (૩) શ્રી હિરેનભાઈ મહેતા (રાષ્ટ્રીય નેતૃત્વ - રેલ્વે કર્મચારી સંગઠન) (૪) શ્રી જયેશભાઈ ઉપાઘ્યાય (૫) શ્રી તૃપ્તિબેન લલીતભાઈ જાની (યુવા મહિલા ઉદ્યોગ સાહસિક) (૬) શ્રીમતિ ૫ન્નાબેન પંડયા (રાષ્ટ્ર૫તિ એવોર્ડ

વિજેતા શિક્ષક) (૭) ડો. અલ્૫નાબેન લાભુભાઈ ત્રિવેદી (ટ્રસ્ટીશ્રી મહાત્મા ગાંધી ચે. ટ્રસ્ટ-શિક્ષણ) (૮) ડો. જયોતિબેન ઉમેશ રાજયગુરૂ (ગૌ૨વ પુ૨સ્કા૨ વિજેતા - નાટયકલા) (૯) શ્રીનયનભાઈ ભટૃ (ગૌ૨વ પુ૨સ્કા૨ વિજેતા - નાટયકલા) (૧૦) શ્રી હર્ષદભાઈ જોષી(રેલ્વે તથા રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ પ્લેય૨-૨મત ગમત ક્ષેત્ર) (૧૧) શ્રી સ્વપ્નીલ મહેતા (યુવા રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી - ૨મત ગમત ક્ષેત્ર)  (૧૨) ડો. તત્સકુમા૨ જોષી (યુવા પીડીયાટ્રીક સર્જન - તબીબી સેવા) (૧૩) શ્રી મિહી૨ભાઈ મદેકા (ડાયરેકટ૨શ્રી-રોલેક્ષ રીંગ પ્રા.લી.) (૧૪) શ્રીહિતેશભાઈ એસ. દવે (ડાયરેકટ૨ ડીવાઈન ગૃપનો સમાવેશ થાય છે.

આ ઉ૫રાંત સામાજિક સમ૨સતાના ભાગરૂ૫ સમાજમાં સતત યોગદાન આપી સમાજ સેવાયજ્ઞ કરી ૨હેલ વિવિધ જ્ઞાતિના આગેવાનનું ગૌ૨વ એવોર્ડ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વ૨દ હસ્તે સન્માન ક૨વામાં આવ્યું હતું. જેમાં (૧) શ્રી મનિષભાઈ મદેકા (એમ. ડી. રોલેક્ષ ઈન્ડસ્ટ્રીઝ - બ્રહ્મસમાજના મોભી) (૨) શ્રી સુરેશભાઈ નંદવાણા (એમ. ડી. ભવાની ઈન્ડસ્ટ્રીઝ - બૂહ્મસમાજના મોભી) (૩) શ્રી રામભાઈ મોકરીયા (એમ.ડી. મારૂતિ કુરીય૨ પ્રા.લિ.-બ્રહ્મસમાજના મોભી) (૪) શ્રી મૌલેશભાઈ ઉકાણી (એમ.ડી. બાન લેબ્સ પ્રા.લિ.-૫ટેલ સમાજ અગ્રણી) (૫) શ્રી પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા જવેલર્સ - સોની સમાજ અગ્રણી) (૬) શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી (લોહાણા મહાજન સમાજ અગૂણી) (૭) શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ - જૈન સમાજ અગ્રણી) (૮) શ્રી મુકેશભાઈ દોશી (એમ. ડી. દિકરાનું દ્ય૨ - સામાજીક અગ્રણી)નું પણ સન્માન ઙ્ગકરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી જનાર્દનભાઈ આચાર્યએ કરેલ તેમજ  આજસુધી કાર્ય૨ત તમામનો ગૌ૨વપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં પુર્વ કેબીનેટ મંત્રીશ્રી ઉમેશભાઈ રાજયગુરૂને બૂહ્મ સમાજને એક થવા માટે હાકલ કરી હતી. અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલ૫તિ ડો. કમલેશભાઈ જોષીપુરાએ ૫ોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે ગુજરાત રાજય સ૨કા૨ વિવિધ જ્ઞાતિઓના ઉત્કર્ષ માટે ઉમદા કામગીરી કરી ૨હેલ છે અને વધુમાં જણાવ્યું હતું કે કશ્ય૫ભાઈ તથા દર્શિતભાઈએ ખાસ પ્રયત્ન કરી કામગીરીને બિરદાવેલ. બહોળી સંખ્યામાં બ્રહ્મ ૫રિવારો એકઠા કરી આ ગરીમા પુર્ણ કાર્યક્રમ કરેલ છે તેમને ખૂબ-ખૂબ અભિનંદન.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજએ જ્ઞાતિવાદી સંગઠન નહી પરંતુ રાષ્ટ્રવાદી સંગઠન છે અને આવા રાષ્ટ્રવાદી સંગઠનના આર્શિવાદ મેળવવાએ ગૌરવની વાત છે. આપણી પૌરાણિક કથોઓમાં એક ગરીબ બ્રાહ્મણ કે એક ચતુર વાણીયો એવા સંબોધનો સવિશેષ જોવા મળે છે. પરંતુ આજે આ સમાજના લોકો બીજા ને દિશા બતાવી શકે તેવા ઉમદા કાર્ય કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ભાજપ અગ્રણીઓશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઇ ભંડેરી તેમજ રાજકોટના ધારાસભ્યો શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા ઉપરાંત કમલેશભાઇ મિરાણી, ભાનુબેન બાબરીયા, જયમીન ઠાકર, ભીખાભાઇ વસોયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ માટે શ્રી કશ્યપભાઇ શુકલ, દર્શિતભાઇ જાની, જનાર્દનભાઇ આચાર્યની આગેવાનીમાં જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, નલીનભાઇ જોષી, ડો.દક્ષેશભાઇ પંડ્યા, પ્રશાંતભાઇ જોષી, જયેશભાઇ જાની, ડો.અતુલભાઇ વ્યાસ, ડો.શૈલેષભાઇ જાની, સુરભીબેન આચાર્ય, નિલમબેન ભટ્ટ, ભાવનાબેનજોષી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(5:00 pm IST)