Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

વિકાસ કમિશનરના સ્ટે.સામે ખાટરીયા જુથની હાઇકોર્ટ ભણી દોટ

રાજકોટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ કારોબારી અને બાંધકામ સમીતીની સતા પાછી ખેંચતો ઠરાવ કરેલ. તે ઠરાવની પહેલા જ વિકાસ કમિશનરે છેલ્લી ઘડીએ સ્ટે. આપતા કોંગ્રેસનું અર્જુન ખાટરીયા જુથ સમસમી ગયું છે. ભાજપે સરકારની સતાના જોરે લોકશાહીનું ખુન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસે વિકાસ કમિશનરના હુકમની સંભાવનાના પગલે અગાઉથી જ તેમની સમક્ષ કેવીએટ કરી હતી  છતા કમિશનરે રાજકીય દબાણથી સ્ટે. આપ્યાનો ખાટરીયાનો આક્ષેપ છે. સામાન્ય સભાના અધિકાર પર તરાપ મારવાના સરકારી પગલા સામે એકદમ જલ્દી હાઇકોર્ટમાં ધા નાખવાનું ખાટરીયાએ જાહેર કર્યુ છે. સ્ટે. હટાવવા માટે કાનુની લડત કરાશે.

(4:40 pm IST)