Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

શ્રીહરી સોસાયટી, ગૌતમનગરમાં મકાનમાં અને ફલેટમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૮ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે રણછોડનગરમાંથી દસને પતા ટીંચતા ઝડપી લીધાઃ ૨૮ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા., ૩૧: શહેરના જુદા જુદા ત્રણ સ્થળે પોલીસે શ્રાવણીયો જુગાધામ પર દરોડો પાડી ર૮ શખ્સોને ઝડપી લીધા હતા જેમા બી ડીવીઝન પોલીસે શ્રી હરી સોસાયટીના મકાનમાંથી દસ, ગાંધીગ્રામ પોલીસે ગૌતમનગરના ફલેટમાંથી આઠ અને ક્રાઇમ બ્રાંચે રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા દસને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ.ગેડમની સુચનાથી બી ડીવીઝનના પોલીસ મથકના એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ. અજયભાઇ, સલીમભાઇ, પરેશભાઇ, સીરાઝભાઇ, જયદીપસિંહ તથા હિતેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે શ્રીહરી સોસાયટી શેરી નં. ૧ માં રહેતા સુરેશ ધરમશીભાઇ ગોધાણી (ઉ.વ.૪૭)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સુરેશ ગોધાણી તથા મીનાક્ષીબેન સુરેશ ગોધાણી (ઉ.વ.૩૪), સણોસરાના અકીલ મેહબુબભાઇ કોંઢીયા, પીપળીયા ગામના રવી ખીરાભાઇ લોરીયા (ઉ.વ.રપ) સણોસરાના રઘુ સવજીભાઇ થોરીયા (ઉ.વ.૪૦), સાગર પાર્ક-ર મોરબી રોડના ગોરધન મેઘજીભાઇ વાણોદરીયા (ઉ.વ.૪૯), રતનપર ગામના કેતન ધીરૂભાઇ લાઠીયા (ઉ.વ.૩પ) આજી ડેમ પાસે માન સરોવર પાર્ક-રના રમેશ છગનભાઇ રોજીવાડીયા (ઉ.વ.પપ), સ્કાય રેસીડેન્સી વીંગ-બીના નંદાબેન સુધીરકુમાર ધાવડી (ઉ.વ.પ૦), માન સરોવર પાર્ક શેરી નં. રના ગીતાબેન રમેશભાઇ રાજવાડીયા (ઉ.વ.૪૯)ને પકડી લઇ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળાના માર્ગશર્દન હેઠળ એએસઆઇ જયસુખભાઇ હુંબલ તથા પી.એન.પરમાર સહીતે બાતમીના આધારે ગાંધીગ્રામ ગૌતમનગરમાં આત્મન એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૩માં રહેતા રમાબેન શૈલેષભાઇ પરમાર (ઉ.વ.૪૦)ના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક રમાબેન તથા અક્ષરનગર-૬ના સુનીતાબેન ભુપેન્દ્રભાઇ  સરવૈયા (ઉ.વ.પ૦) લાભદીપ સોસાયટીના મધુબેન ગીરીશભાઇ ચાવડા (ઉ.વ.પ૦) શેરી નં. પ ના ગીરીશ જીવાભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા (ઉ.વ.પ૧), અક્ષરનગર શેરી નં. ૬ના ભુપેન્દ્ર પ્રભુદાસભાઇ સરવૈયા, ગોવીંદનગર શેરી નં. ૪ના સુખદેવ મનસુખભાઇ ગૌસ્વામી (ઉ.વ.૪૩), જંકશન પ્લોટ શેરી નં. ૧૩ના દીનેશ બચુભાઇ સોલંકી (ઉ.વ.પ૧)ધરમનગર કવાટૃર બ્લોક નં. ૧૮ રૂમ નં. પપપના વીજય છગનભાઇ પરમાર (ઉ.વ.પ૧)ને પકડી લઇ રૂ. રપ૭૦૬ની રોકડ સહીતની મતા કબ્જે કરી જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ. મોહસીન ખાન, ધીરેનભાઇ, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, દિપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ, કિરતસિંહ જયપાલસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. હીરેનભાઇ, દિપકભાઇ અને કિરતસિંહને મળેલી બાતમીના આધારે રણછોડનગર ભીમા લુણાગરીયા વાળી શેરી નં. ૪ માં જાહેરમાં જુગાર રમતા પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પરના મેહુલ વસંતભાઇ આહયા (ઉ.વ.પર) જલારામ-ર શીવસંગમ સોસાયટી બંગલાને ૮૦ના હર્ષદ વિનેશભાઇ ચંદારાણા (ઉ.વ.પપ), કુવાડવા રોડ ડી માર્ટ પાછળ શીવધારા સોસાયટી શેરી નં. ૬ના જયરાજ પ્લોટ નિકુંજ એપાર્ટમેન્ટના પીયુષ સુર્યકાન્તભાઇ ગેડીયા (ઉ.વ.૪પ), સંત કબીર રોડ બ્રહ્માણી પાર્ક પાસેના ચંદુ મોહનભાઇ મોલીયા (ઉ.વ.પ૬), શકિત સોસાયટી શેરી નં. પના સુરેશ મોહનભાઇ વેકરીયા (ઉ.વ.પ૪), કનકનગર મેઇન રોડ પરના શૈલેષ અમૃતગીરી ગોસાઇ (ઉ.વ.૪૧) માર્કેટ પાર્ક હુડકો કવાર્ટર નં. ઇ/૨-૩ના મનોજ જમનાદાસભાઇ ખત્રી (ઉ.વ.પ૬), આજી ડેમ ચોકડી પાસે સુંદરમ પાર્ક-૧ના મનુ મણીભાઇ ચીત્રોડા (ઉ.વ.પ૮) અને સંત કબીર રોડ શકિત સોસાયટી-૧ના કમલેશ મોહનભાઇ ચૌહમાણ (ઉ.વ.૪૯)ને પકડી લઇ  રૂ. ૮૦,૯પ૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી અને જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:43 pm IST)