Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નામાંકીત તબીબો સાથે

રાજકોટ લોહાણા મહાજન દ્વારા 'કોવિડ ગાઇડન્સ ગ્રુપ'ની રચના કરવામાં આવી

સૌરાષ્ટ્રના કોઇપણ કોરોનાગ્રસ્ત જ્ઞાતિજન લાભ લઇ શકશે : રાજકોટ લોહાણા મહાજનની ઓફીસનો સંપર્ક કરી શકાય છે

રાજકોટ તા. ૩૧ : વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને લાખો લોકોના મૃત્યુ તથા કરોડો લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોનાના જીવલેણ રોગથી રાજકોટ તથા સૌરાષ્ટ્રના કોઇપણ રઘુવંશી અનાયાસે સંક્રમિત થાય તો તેના માટે સચોટ માર્ગદર્શન સાથે યોગ્ય સારવાર મળી રહે તે માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા 'કોેવિડ ગાઇડન્સ ગ્રુપ' ની રચના કરવામાં આવી છે.

'કોવિડ ગાઇડન્સ ગ્રુપ' માં સરકાર માન્ય કોવિડ કેર સેન્ટર્સ -કોવિડ હોસ્પિટલ્સમાં સેવા આપતા નામાંકીત ડોકટર્સ જોડાયેલા છ,ે જેઓના એડ્રેસ ફોન નંબર સહિતની વિગતો આ સાથે આપેલ છે. સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ સહયોગ આપી રહી છે. સરકારના નિતી-નિયમ પ્રમાણે ચાર્જ લઇને તમામ જગ્યાએ ઉત્કૃષ્ટ  સારવાર આપવામાં આવશે તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે શ્રી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, અન્ડરબ્રીજ, કાલાવડ રોડ, રાજકોટ (ફોન નં.૦ર૮૧-ર૪૭૩૧૧૪/ર૪૭૩૧૧પ) નો ઓફીસ ટાઇમ દરમ્યાન સંપર્ક કરી શકાય છે.

જ્ઞાતિહિત તથા જ્ઞાતિ ઉત્કર્ષની સતત સેવાકીય પ્રવૃતિ કરતા રાજકોટ લોહાણા મહાજનના તમામ સભ્યો સમગ્ર સમાજનું સ્વાસ્થ્ય સારૃં રહે તે માટે પ.પૂ જલારામબાપાને પ્રાર્થના કરી રહ્યા છે.

કોવિડ ગાઇડન્સ ગ્રુપ સાથે સંકળાયેલ ડોકટર્સ તથા હોસ્પિટલ્સ

sr.No  Doctor's Name

Covid care Centre

Contact person Mo.No,

૧.

ડો.ચિરાગ માત્રાવાડીયા

'વોકહાર્ટ કોવિડ સેન્ટર' ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ

૯૯૦૯૯ ૮૯૪૬૨

ર.

ડો.મયંક ઠક્કર

'પરમ કોવિડ હોસ્પિટલ' રાજકોટ મ્યુનિસિપલ

૯૯૦૯૯ ૭૧૧૨૦

 

 

કોર્પોરેશન પાસે, રાજકોટ

 

૩.

ડો. સંકલ્પ વણઝારા

'સ્ટરલીંગ કોવિડ સેન્ટર' વિદ્યાનગર મેઇન રોડ,રાજકોટ

૯૮૦૭૭ ૯૮૩૭૭

૪.

ડો. મિલાપ મશરૂ

'સ્ટાર સિનર્જી કોવિડ સેન્ટર' મવડી મેઇન રોડ, રાજકોટ

૯૫૧૨૧ ૪૦૦૮૮

પ.

ડો. દીપ રાજાણી

'નિલકંઠ કોવિડ સેન્ટર' ૮૦ ફુટ રોડ, રાજકોટ

૯૧૦૪૨ ૮૮૧૦૮

૬.

રાજકોટ સિવિલ હોસ્પીટલ

રાજકોટ લોહાણા મહાજન, મહીલા કોલેજ સામે, આવેલ ઓફીસે સંપર્ક સાધવો

 

(4:39 pm IST)