Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટ કોર્ટમાં કોરોનાએ પગલા પાડયા?

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટની  અદાલતના બે અધિકારીઓને, સંભવતઃ બે ન્યાયાધીશોને કોરોના પોઝીટીવ આવ્યાનું ન્યાયીક  સંકુલના વર્તુળોમાં ભારે ચર્ચાઇ રહ્યું છે. સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચીફ કોર્ટના જજ  અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ (એડીઆર સેન્ટર)ના ફુલ ટાઇમ સેક્રેટરીને કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ બંને ન્યાયાધીશો સ્વસ્થ ે. એક ન્યાયાધીશને હળવો તાવ હોવાનું અને બીજા ન્યાયાધીશને ગળામાં થોડી બળતરા હોવાનું કહેવાય છે. બંને સેલ્ફ કવોરન્ટાઈન થયાનું જાણવા મળે છે.

(11:39 am IST)