Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજકોટમાં મહિલા ટ્રાફિક વોર્ડનની બહાદુરી : જયુબેલી નજીક નાસી છૂટવા મહિલાએ એક્ટીવા ભગાવ્યું: પીછો કરીને પકડ્યું

વોર્ડને રોકવા છતાં આ મહિલાએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો : ચાલુ એક્ટિવા પાછળથી પકડીને દોડી

રાજકોટ: શહેરના જ્યુબેલી બાગ નજીક ટ્રાફિક નિયમ ભંગ કરનાર એક મહિલાને ટ્રાફિક વોર્ડને પીછો કરીને અટકાવી હતી. વોર્ડને રોકવા છતાં આ મહિલાએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઉશ્કેરાઈને ટ્રાફિક વોર્ડને પણ ચાલુ એક્ટિવા પાછળથી પકડી રાખ્યું હતું અને તેની પાછળ દોડી તેને અટકાવ્યું હતું. આમ એકતરફ નિયમ ભંગ કરીને મહિલાએ ગુનો કર્યો હતો.

  બીજીતરફ મહિલા વોર્ડન દ્વારા પણ ચાલુ એક્ટિવાને પાછળથી ખેંચતા આ દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લેતા આ બનાવનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે.

(8:06 pm IST)