Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જયુબેલી વિસ્તારમાં વહેલી સવારે પાઇપ લાઇન ધડાકાભેર તુટીઃ બે વોર્ડમાં વિતરણ ઠપ્પઃ બપોર બાદ પાણી અપાયું

પઃ૩૦ વાગ્યે શાસક નેતા દલસુખ જાગાણીને પાઇપ તુટયાની જાણ થતાં તાબડતોડ રીપેરીંગ કરાવાયું: મેયર બીનાબેન આચાર્ય સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને રીપેરીંગ શરૂ કરાવી બપોર બાદ વિતરણ શરૂ કરાવ્યું

જ્યુબેલી શાકમાર્કેટ નજીક પાણીની પાઈપ લાઈન તૂટતા રસ્તા ઉપર નદીઃ રાજકોટઃ શહેરના જ્યુબેલી શાકમાર્કે નજીક આજે સવારે પાણીની પાઈપલાઈન તૂટતા રસ્તામાં પાણીની નદીઓવહી હતી. રાજકોટ મહાનગર પાલીકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને જાણ થતાં પાઇપલાઇન ગીરી રીપેર કરાવી હતી. જે તસ્વીરમાં જોઈ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

રાજકોટ તા.૩૧: આજે સવારે શહેરમાં પાણી વિતરણની મુખ્ય પાઇપલાઇન જયુબેલી શાકમાર્કેટ રોડ ઉપર ધડાકાભેર ફાટી હતી. જેનાં કારણે રોડ ઉપર પાણીની નદી વહીં હતી અને સવારે પાંચ થી છ કલાક સુધી પાણી વિતરણ ઠપ્પ થઇ ગયું હતું.

જો કે બાદમાં મેયર બીનાબેન આચાર્ય સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ શાસક નેતા દલસુખભાઇ જાગાણી વગેરેએ તાબડતોડ સ્થળ પર પહોંચી અને પાઇપલાઇન રીપેરીંગ શરુ કરાવતા બપોર બાદ પાણી વિતરણ શરૂ થયું હતું.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ૫-૩૦ વાગ્યા આસપાસ જયુબેલી પમ્પીંગ સ્ટેશનની પાણી વિતરણની ૬૦૦ એમ.એમ.ની પાઇપ લાઇન ધડાકાભેર તુટી હતી. આ બનાવની જાણ શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણીને થતાં તેઓએ તાત્કાલિક સીટી ઇંજનેરોને જાણ કરી પાણીનો વાલ્વ બંધ કરાવ્યો હતો અને રીપેરીંગ શરૂ કરાવ્યું હતું.

દરમિયાન ૯ વાગ્યે મેયર બીનાબેન આચાર્ય સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સહિતનાં પદાધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતાં અને બને તેટલું ઝડપથી પાઇપ લાાઇનનું રીપેરીંગ શરૂ કરાવ્યું હતું.

પાણીની આ પાઇપ લાઇનનું તુટવાથી વોર્ડ નં. ૩ અને ૭નાં કસ્તુરબા, એકસચેન્જ, જંકશન પ્લોટ, શ્રોફરોડ, જામટાવર, પંચનાથ, સદરનાં કેટલાક વિસ્તારોમાં સવારે પાણી વિતરણ ઠપ્પ થઇ ગયું હતું. જો કે બાદમાં રીપેરીંગ થઇ જતાં બપોરે ૧ વાગ્યાથી આ વિસ્તારોમાં પાણીનું વિતરણ શરૂ કરી દેવાતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.(૧.૩૦)

(4:22 pm IST)