Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વોર્ડવાઈઝ મહિલાઓનું સંગઠન મજબૂત બનાવીશુ : શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખપદે મનિષાબા વાળાની વરણી

બહેનોને ઘરબેઠા રોજગારી મળે તે માટે તાલીમ અપાશે : દર ૧૫ દિવસે એક કાર્યક્રમ યોજાશે

રાજકોટ, તા. ૩૧ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી કુમારી સુષ્મિતા દેવના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મનીષાબા વાળાની નિમણુંક કરેલ છે.

આ તકે મનીષાબા વાળાએ જણાવેલ કે અમે સૌપ્રથમ મહિલા સંગઠનને મજબૂત બનાવીશુ. તમામ પાંખોને સાથે રાખી વોર્ડવાઈઝ સંગઠન મજબૂત બનાવાશે. મહિલા સશકિતકરણની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં સૌપ્રથમ ઘરબેઠા રોજગારી મળી રહે તેની તાલીમ આપવામાં આવશે. દર ૧૫ દિવસે એક કાર્યક્રમ યોજાશે તેમ જણાવાયું હતું.

આ નિમણુંકને ડો. હેમાંગ વસાવડા પ્રદેશ મહામંત્રી રાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી ઓલ ઈન્ડિયા ટેલીલેટ આદિત્યસિંહ ગોહેલ તથા રાજદીપસિંહ જાડેજા જનમિત્ર કોડીનેટર પ્રભારી મોરબી રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષણ સભ્ય મુકેશ ચાવડા ગુજરાત પ્રદેશ ઓબીસી મહામંત્રી મોહન સિંધવ, પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ, જીજ્ઞેશભાઈ વાગડીયા, નરેશ સાગઠીયા, ભાર્ગવ પઢીયાર, આશિષ વાઢેર, કૃષ્ણદત્તભાઈ રાવલ, ભાવેશ ખાચરીયા, મનસુખભાઈ કાલરીયા, જય કિશનભાઈ ઝાલાએ આવકારેલ છે.

તસ્વીરમાં મનીષાબા વાળા (મો.૯૯૦૯૬ ૩૬૧૨૮) સાથે પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ (મો.૮૧૪૦૩ ૬૦૦૦૦), જયાબેન ટાંક કોર્પોરેટર, શાન્તાબેન મકવાણા, ફરીદાબેન શેખ, લીલાબેન ખુમાણ, રંજનબેન પારેખ, હીરલબા રાઠોડ, વંદનાબેન સોની, પ્રફુલાબેન ચૌહાણ, હર્ષાબા જાડેજા, રીટાબેન વડેચા, રાજલબેન ભટ્ટી, પ્રફુલાબેન વાગડીયા, શીતલબેન વાગડીયા, લતાબેન રામપરા, સારીકાબેન દેસાણી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૬)

(4:11 pm IST)