Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આજીડેમના બગીચાઓમાં ગંદકીના ગંજ

રાજકોટ : શહેરના આજીડેમ ખાતે આવેલ બગીચાઓમાં નગરજનો વાર- તહેવાર, હરવા - ફરવા  જાય છે.  આ બગીચાઓમાં ગંદકીથી  ત્રાહીમામ પોકારી ઉઠે છે. તસ્વીરમાં આજીડેમમાં બગીચાઓમાં સફાઇના અભાવે બેસવાના બાકડાઓ, રસ્તાઓ, સહીતના સ્થળો ઉપર કચરાના  ઢગલા તંત્રની બેદરકારી  છતી કરી રહ્યા છે. ત્યારે આજીડેમ ખાતે ઘનીષ્ઠ સફાઇની વ્યવસ્થા  થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

(4:08 pm IST)