Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ભાગીદારી પેઢી છુટી થતાં આપેલ ચેક પાછો ફરતાં આરોપીને એક વર્ષની સજા

રૂ. ૨.૮૦ લાખનું વળતર ચુકવવા પણ કોર્ટનો આદેશ

રાજકોટ તા.૩૧: ફરીયાદી તથા આરોપી મારૂતિ બ્રાઇટના નામથી ચાલતી ભાગીદારી પેઢીમાં ભાગીદારીમાં ધંધો કરતા હતા. ફરીયાદી તા. ૭/૮/૨૦૧૫ ના રોજ સદરહું ભાગીદારી પેઢી ધંધા માંથી છુટા થતા તેમના હિસ્સાની રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલ ચેક રીટર્ન થતા તે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં દાખલ કરેલ. ધી નેગોશીએબલ ઇન્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં ૧ વર્ષની સજા તથા રૂ. ૨.૮૦,૦૦૦/- નું વળતર ચુકવવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આોરપીમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી પ્રતિકભાઇ નરેશભાઇ સરવૈયા અને આરોપી ઉમેશભાઇ ભીખાભાઇ વારા રહે. ન્યુ વિશ્વનગર, શેરીનં. ૨, મવડી રોડ રાજકોટ. મારૂતિ બ્રાઇટના નામથી ચાલતી ભાગીદારીમાં પેઢીમાં ધંધો કરતા હતા. ફરીયાદી તા. ૭/૮/૨૦૧૫ના રોજ સદરહું ભાગીદારી પેઢી ધંધા માંથી છુટા થતા તેમના હિસ્સાની રકમ રૂ. ૨.૮૦,૦૦૦/- નો ચેક આપેલ. ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતા આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદીને ન આપતા ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ હતી.

આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે હતો જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુનો કરેલ છે. રાજકોટના મેજીસ્ટ્રેટ શ્રી આ.એસ. રાજપૂતએ ફરીયાદીનો કેસ પુરવાની માની આરોપીને તકસીરવાન ઠરાવી એક (૧) વર્ષની સાદી કેદનસ સજા તથા રૂ. ૨,૮૦,૦૦૦/- ત્રણ માસમાં ચુકવવાનો હુકમ કરેલ છે. જો વળતરના ચુકવે તો વધારાની છ (૬) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

હાલની ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ વિમલ એસ. ડાંગર તથા એડવોકેટ ભુપત વી. માલા રોકાયેલા છે.

(4:08 pm IST)