Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અહંકાર શૂન્યતા એ જ સાચી અર્પણતા-પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબની સદ્દગુરૂ સમર્પણ અવસરના દિવસની પ્રેરણાથી અનેક ભકતો ઘરના નોકર સાથે એક જ થાળીમાં જમ્યા

રાજકોટ તા. ૩૧ : રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજસાહેબે શિષ્યના અહંકાર નામના અવગુણને દૂર કરવા માટે ઘરના નોકર સાથે એક જ થાળીમાં જમીને અહંકાર શૂન્યતા પ્રગટાવવાની નવતર આજ્ઞા સદ્દગુરુઙ્ગસમર્પણ અવસરના દિવસે આપી હતી અને ગુરુભકતોએ આ અનંત હિતકારી આજ્ઞાને ઝીલીને તેનું પાલન કર્યું હતું.

સદ્દગુરુની આજ્ઞાનું પાલન કરતાં અનેક લોકોએ અલગ જ અનુભવ કર્યો હતો. અમદાવાદના ગુરૂભકત  સ્વપ્નીલભાઈ મકાતીએ પોતાના ઘરે ૨૦ વર્ષથી કામ કરતાં લક્ષ્મણભાઈ સાથે એક થાળીમાં જમવાનો પ્રસંગ વર્ણવતાં કહ્યું કે લક્ષ્મણને અમારી સાથે જમવાનું મનાવતા જ અમનેઙ્ગ ૩૦ મિનિટ લાગી અને જયારે એક થાળીમાં સહુ સાથે જમ્યા ત્યારે થયેલ પ્રસન્નતાનીઙ્ગ અનુભૂતિ વચ્ચેઙ્ગ એ જ વિચાર આવતો હતો કે અહંકારને ઘટાડવાઙ્ગઆવી અનન્યઙ્ગઆજ્ઞા માત્ર મારા અનન્ય રાષ્ટ્રસંતઙ્ગગુરુદેવ જ આપી શકે.

મુંબઈ પાવનધામ સંકુલના પદાધિકારી શ્રી પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે અમારા ઘરે કામ કરતા આરતીબેનને ખૂબ સમજાવ્યા ત્યારે તેઓ અમારા ઘરનાં સદસ્યો સાથે જમવા બેઠાં.  SPM Group-મુંબઈના મુલરાજભાઈ છેડા પોતાનાં ડ્રાઈવર સુજીતસિંઘ સાથે એક થાળીમાં રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવની વાતો કરતા જમ્યા હતા

મુંબઈ લીલાવતી હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રેખાબેન શેઠ હોસ્પિટલનાં સ્ટાફ અને ડ્રાઈવર સાથે જમવાનો અનુભવ વર્ણવતા  કહ્યુ કે “VVIP ગેસ્ટની જેમ ટેબલ સજાવ્યા બાદ મેં એક મોટી થાળી મંગાવી અને તેમને કહ્યું કે આજના VVIP ગેસ્ટ તમે છો. તમે મારી સાથે જમશો? તેમને માનવામાં નહોતું આવતું. પણ પછી જયારે મેં ગુરુદેવની આજ્ઞા વિશે કહ્યું ત્યારે તેઓ માંડ માંડ તૈયાર થયા એકજ થાળીમાં ડીનર પછી મને તેઓ પગે લાગ્યા અને મેં પહેલીવાર એ લોકોને હસતા જોયા.

જીવને શિવ બનવામાં સૌથી બાધક તત્વ હોય તો તે અહંકાર હોય છે. ફૂલછાબ સમાચારપત્રના તંત્રી શ્રી હરસુખભાઇ સંઘાણીના પત્ની શ્રી શારદાબેન સંઘાણી, વિલે પાર્લે સંઘના પદાધિકારી  મિલનભાઈ અજમેરા, જૂનાગઢ લૂક એન લર્નનાંઙ્ગ  પૂનમદીદી, પાવનધામ સંકુલના પદાધિકારી  દેવાંગભાઈ બાવીસી, રાજકોટના જયોતિકાબેન શેઠ, મન ઇન્ફ્રાના મનન પરાગભાઇ શાહ, રાજકોટ સમૂહ ચાતુર્માસ ના સંઘપતિ  નટુભાઈ શેઠ , પારસધામ મુંબઈના પ્રમુખ  માનસીબેન પરાગભાઇ શાહઙ્ગ આદિ અનેકાનેક જૈન અને જૈનેતર ભકતોઅ જણાવેલ કેે ઘરકામ કરતા સેવકોઙ્ગસાથે ભોજન કરવાના પણ ગુરુદેવની આ એક આજ્ઞાએ અમારૂઙ્ગઙ્ગએમની સાથે નું વર્તન જ નહિ પણ અમારું ભવિષ્ય પણ બદલી દીધું છે.

ગુરુદેવનો આભાર માનીએઙ્ગ એટલો ઓછો છે. આમ અનેક શિષ્યોએઙ્ગ અહંકાર શૂન્યતાના પ્રયોગથી શિષ્યત્વની પૂર્ણતા સુધી પહોંચવાનો પ્રયોગ કરીને અંતૅંકરણઙ્ગપૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીનોઙ્ગ આભાર વ્યકત કર્યો હતો.

(4:05 pm IST)