Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પોરબંદર લોકસભા બેઠકના ભાજપ પ્રભારી તરીકે નેહલ શુકલની વરણી

પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી શુકલને અપાઈ મહત્વની જવાબદારી

રાજકોટ, તા. ૩૧ :. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરી કેન્દ્રમાં ભાજપ પ્રચંડ બહુમતી મેળવે તે માટે તમામ સ્તરે આયોજકો અને જવાબદારી ફાળવણી થઈ રહી છે.

ભાજપ સૌથી અગત્યની ગણાતી પ્રભારીની જવાબદારી માટે કાર્યકુશળને લોકસભા બેઠક દીઠ કાર્યભાર સોંપ્યા છે.

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નેહલ શુકલની પોરબંદર લોકસભા બેઠક માટે પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

નેહલ શુકલ (૯૮૨૪૦ ૬૧૧૧૩) ચૂંટણીની તમામ કામગીરીથી ખૂબ પરિચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ૮ વાર સિન્ડીકેટમાં ચૂંટાવાનો અનોખો-અપૂર્વ કિર્તીમાન ધરાવે છે. નેહલ શુકલ યુવાનોના માનીતા છે અને યુવા ભાજપ સંગઠનને ચેતનવંતુ બનાવ્યુ છે. શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે નેહલ શુકલ સારૂ પ્રતિનિધિત્વ ધરાવે છે.

(4:04 pm IST)