Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

લોકમેળામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિ': કુલ ૬૦૦થી વધુ ફોર્મ ભરાયાઃ રમકડામાં સૌથી વધુ ૪૭ર આવ્યા...

હરરાજી જેની થવાની છે તે બી-કોર્નર રમકડા, આઇસ્ક્રીમ ચોકઠા અને મોટી યાંત્રીકમાં ઓછા ફોર્મ આવ્યા : દિવસ વધારાય તેવી શકયતાઃ કુલ ૧૬૦૦ ફોર્મ ઉપડયાઃ આઇસ્ક્રીમના ૧૬ પ્લોટ સામે માત્ર પ જ ફોર્મ ભરાયા... : લોકમેળામાં નામ માટેની અરજીનો છેલ્લો દિ': ૩પ૦ અરજી આવી કાલે ફાઇનલ કરાશે

રાજકોટ તા. ૩૧ :.. રેસકોર્સમાં ૧ લી સપ્ટેમ્બરથી  યોજાનારા કલેકટર તંત્ર આયોજીત સાતમ-આઠમના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આજે સ્ટોલ માટે ફોર્મ ભરવા અને ઉપાડવા માટેનો છેલ્લો દિવસ છે, તો મેળાના સુંદર નામ માટે અરજીઓ મંગાવાઇ હતી તે મોકલવાનો પણ છેલ્લો દિવસ છે, કાલે અથવા તો ગુરૂવારે નામ ફાઇનલ થશે.

દરમિયાન ૧૦ દિ'માં મેળામાં સ્ટોલ નાખવા માટે કુલ ૧૬૦૦ ફોર્મ ઉપડયા, તંત્રને ૮૦ હજારની બેઠી આવક થઇ છે, પરંતુ તે સામે ભરાઇને માત્ર ૬૦૦ ફોર્મ આવ્યા છે, તેમાં પણ રમકડાના સ્ટોલ માટે કે જેનો ડ્રો થવામાં છે તેના જ ૪૭પ ફોર્મ આવ્યા છે, રમકડાના સ્ટોલ માટે ફોર્મ ભરવા પડાપડી થઇ છે,

બીજી બાજૂ બી કોર્નર રમકડા, ઇ-(૮ ફોર્મ ભરાયા), એફ (૭ ફોર્મ), જી (ર૭ ફોર્મ), એચ. યાંત્રિક આઇટમ (૧૩ ફોર્મ), મોટા ફજેત ફાળકા વિગેરેમાં માત્ર ૭પ ફોર્મ ભરાયા છે, આ ચારેયમાં કુલ સ્ટોલ ૪૪ છે, રમકડા કોર્નરમાં ૩ર પ્લોટ છે, અને માત્ર ર૩ ફોર્મ ભરાયા છે, તંત્રને રીંગની ગંધ આવી ગઇ છે, ઓછા ફોર્મ ભરાયા હોય, આ સ્ટોલમાં ફોર્મ ભરવા - ઉપડવા અંગે દિવસો વધારાય તેવી શકયતા વર્તુળો દાખવી રહ્યા છે.

આ ઉપરાંત આઇસ્ક્રીમ ચોકઠામાં પણ ૧૬ સ્ટોલ-પ્લોટ સામે માત્ર પ ફોર્મ ભરાયા છે.

જયારે રમકડાના ૧૭૮, નાની ખાણીપીણી, મધ્યમ હાથથી ચાલતી ચકરડી, નાની ચકરડીનો ડ્રો થનાર છે, આજે સાંજ સુધીમાં દિવસો વધારવા અંગે નિર્ણય લેવાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:03 pm IST)