Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સરકારી લો કોલેજમાં વધારાના એક ડિવીઝનની મંજુરી આપતી સરકાર

રાજકોટ, તા. ૩૧ :. છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં રહેલી અત્રેની એ.એમ.પી. સરકારી લો કોલેજ રાજકોટમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીએ ચાલુ વર્ષે વધારાનું ડિવીઝનને મંજુરી આપી છે.

ગઈકાલે લો કોલેજ રાજકોટને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી તરફથી પત્ર પાઠવી જણાવ્યુ છે કે, એ.એમ.પી. લો કોલેજ રાજકોટ ખાતે વધારાનું એક ડિવીઝન ચાલુ વર્ષથી શરૂ કરવાની મંજુરી આપવામાં આવે છે. આ અંગે એ.એમ.પી. લો કોલેજ રાજકોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બી.સી.આઈ. દિલ્હી ખાતે આગળની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બેઠક વધારવા સેનેટર ભરતસિંહ જાડેજાએ આંદોલન ચલાવ્યું હતું.

(4:02 pm IST)