Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

લોકમેળામાં સૈનિક વેલ્ફેર ફંડ માટે બોકસ મુકાશે પ્લાસ્ટીક ફ્રી કરવા કવાયતઃ મેળો કેવોઃ સહિ ઝૂંબેશ...

ખીરસરામાં નવી જીઆઇડીસી અંગે ૧ ચો. મી.નો ૮ર૦ ભાવ ફાઇનલ કરાયો... : મીશન વિદ્યામાં રાજકોટ જીલ્લામાં ર૮ હજાર બાળકો નિરક્ષરઃ પ્રીય બાળક ગણી ખાસ કાળજી લેવાશે

રાજકોટ તા. ૩૧ :.. રેસકોર્સમાં યોજાનાર સાત-આઠમના મેળામાં આ વખતે સૈનિક વેલ્ફેર ફંડ માટે ખાસ બોકસ મૂકાશે અને આ માટે કલેકટરે લોકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે. કલેકટરે  પત્રકારોને ઉમેયુંર્ હતું કે, આ ઉપરાંત મેળો પ્લાસ્ટીક ફ્રી રહે, તે માટે પણ કવાયત શરૂ કરાઇ છે, અને દરેક અધિકારીને સુચના અપાઇ છે.

આ ઉપરાંત, લોકમેળો કેવો તે અંગે ખાસ સહી ઝુંબેશ પણ ચલાવશે આ માટે આખુ બોકસ ઉભુ કરી સીગ્નેચર વોલ ઉભી કરવા સુચના અપાઇ છે, ગયા વખતે સેલ્ફી ઝોન રખાયો હતો, આ વખતે સીગ્નેચર વોલ બનાવાશે.

ખીરસરા જીઆઇડીસી

ખીરસરા જીઆઇડીસી અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, આનું વેલ્યુએશન ફાઇનલ થઇ ગયું છે, જમીનના ભાવ ચો. મી.ના ૮ર૦ નકકી કરાયા છે, પ્રથમ તબકકામાં ૯૬ હેકટરમાં બાંધકામ થશે ત્યારબાદ પ્રમાણસર વધારાશે, મુળ દરખાસ્ત ૧રપ હેકટરની આવી હતી, ત્યારબાદ ૩૧૪ હેકટરની માંગણી કરઇ હતી.

કલેકટરે ઉમેર્યુ હતું કે, જમીનનો આગોતરો કબજો સોંપાઇ ગયો છે, અત્રે લેવલનું પ્રથમ વખત મૂલ્યાંકન થઇ ગયું છે.

જીઆઇડીસી દ્વારા પ૧ કરોડ પહેલા જમા કરાવાયા હતા, હવે ૬પ કરોડ પણ ભરી દેવાયા છે.

જીલ્લામાં ર૮ હજાર બાળકો ગણીત-લેખન વગરનાઃ મીશન વિદ્યા અંતર્ગત આવરી લેવાશે

ગુજરાત  સરકારના નવી મીશન વિદ્યા ઝૂંબેશ અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર-જીલ્લાના કુલ ર૮ હજાર બાળકો લેખન-ગણીત વગરના એક સર્વેમાં બહાર આવ્યા છે, આ તમામને પ્રિય બાળક ગણી ખાસ વિશેષ કાળજી લેવાશે. આમાંથી પ૦ ટકા ઉપર પણ સફળતા મળે તો સારૂ ગણાશે, આ લોકો માટે એકસ્ટ્રા કોચીંગ કલાસ ઉપરાંત સવાર અને સાંજે એમ ૧-૧ કલાક ખાસ વિશેષ તકેદારી લઇ અભ્યાસ કરાવશે, કુલ ૮૭પ સ્કુલમાંથી ધો. ૧ થી ૮ માં ર૮ હજારથી વધુ બાળકો ગણિત-લેખન વગરના આવરી લેવાયા છે.

(4:02 pm IST)