Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

કાલથી રાજકોટ જિલ્લાના ૬૦૦ ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણઃ ગામડાઓના નામો જાહેર નહી કરાય

નામો જાહેર કર્યા વગર સીધી ટીમ ઉતરી કાર્યવાહી કરશેઃ ખાબોચીયા હશે ત્યાં માર્ક ઘટશે :ટીમ દ્વારા સ્કૂલ-આંગણવાડી-સ્વાસ્થ્ય કેન્દ્ર- મુખ્ય બજાર-ધાર્મિક સ્થળે ખાસ ચેકીંગ કરશે

રાજકોટ તા.૩૧: સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત શહેરોની જેમ હવે ગામડામાં પણ સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જેમા રાજકોટ જિલ્લાના ગામોનો સમાવેશ થશે. સ્વચ્છ ભારત મિશનમાં શહેરી વિસ્તાર સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાલથી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવનાર છે, તેમાં રાજકોટ જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ ગામના નામો જાહેર નહી કરાય પરંતુ રેન્ડમલી નક્કી કરીને તેમાં ભારત સરકાર સ્વચ્છતાની સ્થિતિનો તાગ મેળવશે. તેના આધારે જ માર્કસ આપવામાં આવશે.

મુલ્યાંકન કરનારી ટીમ ગામની સ્કૂલ, આંગણવાડી, સ્વાસ્થ્યકેન્દ્ર, હાર્ટબજાર, ધાર્મિક સ્થળે સફાઇની સાથે ગામના મહત્વપૂર્ણ લોકોનો મત પણ લેશે. ત્રણ પ્રકારે કરવામાં આવનાર સર્વેક્ષણમાં (૧) ગ્રામજનોના સ્વચ્છતા અંગેનાં મંતવ્યો લેવામાં આવશે, (ર) સર્વે કરનાર ટીમ દ્વારા ગામની તાજેતરની સ્થિતિ જાણવામાં આવશે અને (૩) જિલ્લા કક્ષાએ સ્વચ્છતાની કામગીરીમાં હાંસલ કરેલ સિધ્ધિ અંગે મુલ્યાંકન કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જેટલા જાહેર સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવશે તેમાં જે સ્થળો પણ પાણીના ખાબોચીયા વધુ ભરાયેલા હશે તેમજ કચરાનો જથ્થો વધારે હશે તેવા સ્થળોએ ર ગુણ ઘટાડો થશે.

આ મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે

(૧) પાણી ભરાયેલ ખાબોચીયાની સ્થિતિ, (ર) શૌચાલયોની ઉપલબ્ધતા, (૩) વેરાયેલા કચરાની સ્થિતિ, (૪) શૌચાલયોની ઉપયોગીતા, (પ) નાગરિકના રૂબરૂ અને ઓનલાઇન પ્રતિભાવો તેમજ

કયાં-કયાં વિભાગના કેટલા ગુણ જેમાં

નાગરિકોના પ્રતિભાવ ૩૫ ટકા, સ્વચ્છતામાં કરેલી પ્રગતિના ૩૫ ટકા, સર્વેક્ષણ ટીમ દ્વારા વાસ્તવિક નિરીક્ષણ ૩૦ ટકાનો સમાવેશ થાય છે.

(4:01 pm IST)