Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જન્માષ્ટમી કાર્યાલય ઉદ્ઘાટનઃ ગોપી કિશન સ્પર્ધા, તાવો,ડાયરો

હમારે શિર પર રખ દો કૃષ્ણ દોનો હાથ, દીજીએ પ્રભુ જન્મ જન્મ કા સાથ... : ૮ ઓગષ્ટે સંસ્થાઓ-મંડળોની બેઠકઃ તા.૧૯મીએ બાળકો માટે રંગપૂરણી સ્પર્ધાઃ ૩ સપ્ટેમ્બરે શોભાયાત્રા

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રી વિવેકસાગર સ્વામીના હસ્તે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં મહંત લાલદાસબાપુ નરેન્દ્રભાઇ દવે, હરિભાઇ ડોડિયા, શાંતુભાઇ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત છે.

રાજકોટ તા.૩૧: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની રાજકોટની જન્માષ્ટમી ધર્મયાત્રા ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. વિશાળ ધર્મયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિની કાર્યાલય ઉદ્દઘાટન ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરના સંત શ્રી વિવેકસાગર સ્વામિના હસ્તે કરવામાં આવ્યું. તેમજ આ ઉદ્દઘાટન પ્રસંગ રાઘવેન્દ્ર આશ્રમના મહંતશ્રી લાલદાસ બાપુ ઉપસ્થિત રહેલ હતા. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, સોેરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ હરીભાઇ ડોડીયા, સોેરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઇ ગોવાણી, રાજકોટના કાર્યકારી અધ્યક્ષ હસુભાઇ ચંદારાણા, ગુજરાત બજરંગદળ પ્રમુખ હરેશભાઇ ચોૈહાણ, મહાનગર મંત્રી નિતેશભાઇ કથીરીયા, આર.એસ.એસ.ના નરેન્દ્રભાઇ દવે, રાજકોટ પૂર્વ જિલ્લા મંત્રી રામભાઇ સાંખલા, રાજકોટ પશ્ચિમ જિલ્લા મંત્રી રાહુલભાઇ જાની, રાજકોટ પૂર્વ જિલ્લા બજરંગ દળ સંયોજક વનરાજભાઇ ચાવડા, રાજકોટ પશ્ચિમ જિલ્લા સંયોજક રીષીતભાઇ શીંગાળા વગેરે હાજર રહયા હતા.

આ વિ.હિ.પ ના મંત્રી નિતેશભાઇ કથીરીયાએ ઉદ્દઘાટન કાર્યક્રમની શરૂઆત ઓમકારના નાદ સાથે કરાવેલ અને આવેલ મહાનુભાવોનો પરીચય કરાવેલ. ત્યારબાદ ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરના પૂ. સંત શ્રી વિવેકસાગર સ્વામિ તથા આવેલ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ.

ઉદ્દઘાટનમાં પ્રાસ્તાવીક ઉદબોધન કરતા શાંતુભાઇ રૂપારેલીયા આવેલ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું.

હરીભાઇ ડોડીયાએ આવેલ સંતશ્રીઓનું શબ્દોથી સ્વાગત કરેલ અને તેમને જણાવેલ હતું કે ભારતની એકતા અને અખંડીતતા માટે દરેક સમાજે એક થવું જરૂરી છે અને આ વખતની શોભાયાત્રા નીકળે તેવું આયોજન વિ.હિ.પ દ્વારા કરવામાં આવશે.

ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નરેન્દ્રભાઇ દવેએ કરતાં જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રા આ વર્ષે પણ આ યાત્રા સંપૂર્ણ સમાજની યાત્રા બની રહે અને હિન્દુત્વનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તે માટે સમિતિના તમામ કાર્ય કરતાઓ આ કૃષ્ણ કાર્યમાં તન-મન-ધનની સમર્પણ ભાવનાથી કાર્યમાં લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

સંત શ્રી વિવેકસાગરએ આવેલ કૃષ્ણ ભકતોને સંબોધન કરતાં જણાવેલ હતું કે જન્માષ્ટમીનું પર્વ એ અસ્મિતા અને ભાવનાનું પર્વ છે અને મનુષ્યના જન્મના આધારસ્તંભ એવા શ્રી કૃષ્ણનો જન્મ પણ વધાવવો જોઇએ જન્માષ્ટમી દિવસ વર્ષમાં એક વખત શોભાયાત્રા માટે પ્રત્યેક હિન્દુએ આ કાર્ય માટે સમર્પણ કરવો જોઇએ. તેમજ હિન્દુ સંસ્કૃતિએ વર્ષો જુની સંસ્કૃતી છે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.

જે અંતર્ગત તા. ૮ ઓગષ્ટને બુધવાર, કાર્યાલય ખાતે વિવિધ સંસ્થા, મંડળોની બેઠક  યોજવામાં આવશે ૧૪ ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિન તથા બજરંગદળ દ્વારા ત્રિુશલ દીક્ષા તથા મટકી ફોડ સ્પર્ધા, ૧૮ ઓગસ્ટ શનિવારે ૭ કલાકે ગત વર્ષના ફલોટ અને લત્તા સુશોભનના વિજેતાઓને શિલ્ડ વિતરણ તથા તાવા પ્રસાદનું આયોજન કરેલ છે  ૧૯ ઓગષ્ટ રવિવારના રોજ બાળકો માટે રંગપૂર્ણિ હરીફાઇ, તા. રર ઓગસ્ટ રાત્રે ૯ કલાકે જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય ખાતે ટ્રાન્સપોર્ટર એસોસીએશનની બેઠક, તા. રપ ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. ર૬ ઓગસ્ટને રવિવારે ગોપી-કિશન સ્પર્ધા, તા. ર૬ ઓગષ્ટ રવિવારના દુર્ગાવાહીની દ્વારા રક્ષાબંધનની ઉજવણી, તા. ર૯ ઓગસ્ટને બુધવારના નોંધાયેલ સંસ્થા, મંડળો, લત્તા સુશોભનમાં જોડાયેલા તમામની બેઠક, અને સૌથી આખરમાં તા. ૩ સપ્ટેમ્બરને સોમવારે જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરાયેલ છે

કાર્યક્રમમાં રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, હરીભાઇ ડોડીયા, હરેશભાઇ ચૌહાણ, નિતેશભાઇ કથીરીયા, રાહુલભાઇ જાની, રામભાઇ સાંખલા, ધનરાજભાઇ રાઘાણી, રીષીતભાઇ શીંગાળા, કૃણાલભાઇ વ્યાસ, વિનુભાઇ ટીલાવત વગેરે વિહિપ મહાનગરની ટીમ સાથે સર્વ પ્રતાપભાઇ કોટક, સુરેશભાઇ પરમાર, જે.ડી.ઉપાધ્યાય, કાળુમામા, વડેરીયા, વિનુભાઇ ટીલાવત, દેવજીભાઇ વાઘેલા, રમાબેન હેરભા, એડવોકેટ પિયુષભાઇ શાહ, કલ્પેશભાઇ મહેતા, વિશાલભાઇ જડીયા, અમીતભાઇ કોટક, વિમલભાઇ બગડાઇ, કલ્પેશભાઇ રાવલ, દિપકભાઇ ગમઠા, ચિમનભાઇ વાયા, દિનેશભાઇ પરવાણી, મહાવરસિંહ જાડેજા, રશ્મીતભાઇ પટેલ, કિશોરભાઇ જગદાડે, અનિરુધ્ધસિંહ ચાવડા, વનરાજભાઇ ચાવડા, સંદિપભાઇ આસોદરીયા, સુશીલભાઇ પાંભર, વિનોદભાઇ મહિડા, દિપકભાઇ પાનસુરીયા, હાર્દિકભાઇ વાઘેલા, વિરલભાઇ વડગામા, પારસભાઇ શેઠ, તથા  દુર્ગાવાહીની રાજકોટના સોનલબેન દવે વગેરે હાજર રહયા હતા તથા વિવિધ સમાજના અગ્રણી, સંસ્થા મંડળો, વિશ્વ હિન્દુ પરિષદના તમામ પ્રખંડના કાર્યકર્તાઓ વિશાસ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

પરંપરાના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સ્વ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને વર્ષ-ર૦૧૮ માટે વિ. હિ.પ. પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું કાર્યાલય-૮ મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે રહેવાનું છે.

આ તકે મટકી ફોડ સ્પર્ધા, ગોપી-કિશન-સ્પર્ધા, લત્તા સુશોભન, ફલોટ સુશોભન વિ. માટે સંસ્થા મંડળો, યુવક મંડળોને જન્માષ્ટમી કાર્યાલય, ૮-મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે સંપર્ક કરવા મંત્રી નિતેશભાઇ કથીરીયા (મો. ૯૪ર૭ર ર૧૧ર૪) જણાવે છે. (૧.૨૬)

(3:59 pm IST)