Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જંતુનાશક દવાઓના નમુના ફેઇલ જતા મેટોડા સ્થિત કંપનીના સંચાલકો સામે ગુન્હો

મેટોડામાં આર.પી.એચ. ક્રોપ સાયન્સ પ્રા.લી.માં બે માસ પુર્વે દરોડો પાડી દવાના સેમ્પલ લેવાયા'તાઃ સંચાલકો તથા માલીક વિજય મોણપરા સામે ફરીયાદ

રાજકોટ, તા., ૩૧: રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં આવેલ દવાની ફેકટરીમાં ખેતી નાયબ નિયામકની કચેરી દ્વારા લેવાયેલ જંતુનાશક દવાઓના નમુનાઓ ફેઇલ જતા કંપનીના સંચાલકો તથા માલીક સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખેતી નાયબ નિયામક કચેરીમાં નોકરી કરતા વિવેક નવીનભાઇ રામાણીએ મેટોડા જીઆઇડીસીમાં આવેલ આરપીએચ ક્રોપ સાયન્સ પ્રા.લી.ના સંચાલકો તથા માલીક વિજય ખીમજીભાઇ મોણપરા સામે લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત ફેકટરીમાં બે માસ પુર્વે   ખેતી નાયબ નિયામકની કચેરી દ્વારા દરોડો પાડી જંતુનાશક દવા સુદર્શન તથા સિંઘમ સહીતની દવાઓના નમુનાઓ લઇ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા હતા આ નમુનાઓ ફેઇલ થયા હતા. આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે કંપનીના સંચાલક તથા માલીક સામે આઇપીસી ૪૦૬, ૪ર૦ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ લોધીકાના પીએસઆઇ ગઢવી ચલાવી રહયા છે. (૪.૨)

(3:58 pm IST)