Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અભયં દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી

 રાષ્ટ્રવાદી સંસ્થા અભયં દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કારગિલ વિજય દિવસ' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. પ્રથમ કાર્યક્રમમાં અભયં સંસ્થાના મેમ્બર્સ દ્વારા મ્યુનિસિપલ શાળા નંબર ૧પ, રણછોડનગર, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ માટે એક એસેમ્બલી મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટિંગમાં અભયના મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કારગિલની લડાઇ વિષે રસપ્રદ જાણકારી આપેલ. કેપ્ટન જયદેવ જોશી દ્વારા બાળકોને વિસ્તૃતરી તે લડાઇની આંટીઘૂંટી અને ઘંટના ક્રમ વિષે ઉદબોદ્ધન કરવામાં આવેલ. બીજા કાર્યક્રમમાં સાંજે કાલાવાડ રોડ પર આવેલા અક્ષર મંદિરના હોલમાં બુદ્ધિજીવીઓ માટે 'કારગિલ ધ અન ટોલ્ડ સ્ટોરી' ટોલ્કશોનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં કેપ્ટન જયદેવ દ્વારા સમગ્ર કારગિલ લડાઇ વિષેના નાનામાંની માહિતી રસપ્રદ રીતે પીરસવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઇન્ડિયન લો કમિશનના અભયભાઇ ભારદ્વાજ, દલસુખભાઇ જાગાણી, ડી. કે. વડોદરિયા, મૌતકિતકભાઇ ત્રિવેદી, રિટાયર્ડ નેવી પેટી ઓફિસર મનનભટ્ટ, વિમલભાઇ શેઠ, યોગીરાજ જાડેજા તેમજ અન્ય ઘણા મહેમાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં શ્રી અભયભાઇ ભારદ્વાજ દ્વારા તેમજ રેડએફ.એમ.ના આર. જે. ડીક્ષી પણ વકતવ્ય આપવામાં આવેલ. આ કાર્યક્રમના આયોજનભાં અભયં તરફથી અંશ ભારદ્વાજ, જીતેશ કુંડનાની, અમૃતા ભારદ્વાજ, મયુર પડધરીઆ, નિશ્ચલ સંઘવી, ધર્મેશ ગજેરા, સ્તવન મહેતા, અપૂર્વ મહેતા, નરેશભાઇ મહેતા, આશ્કા કામદાર, ચિંતન કામદાર વગેરે જહેમત ઉઠાવી હતી. (૭.ર૯)

(3:48 pm IST)