Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મવડી વિસ્તારની જયશ્રી લાભદિપ સોસાયટીમાં જંત્રીદર ઘટાડોઃ ટોકન દર રાખવા માંગણી

કલેકટરને આવેદનઃ બાંધકામ-જગ્યા બન્નેના ક્ષેત્રફળ ઉપર જંત્રી ન લો...

રાજકોટ, તા. ૩૧ :. મવડી ચોકડી પાસે આવેલ જયશ્રી લાભદિપ સોસાયટી (સૂચિત)ના રહેવાસીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી સોસાયટીમાં જંત્રીદર ઘટાડવા (ટોકન દરે) રાખવા રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, સરકારના નિયમ મુજબ સુચિત સોસાયટીએને રેગ્યુલર કરવાની ઝુંબેશ ચાલી રહેલ છે તે ખૂબ જ આવકારદાયક પગલુ ગણી શકાય, પરંતુ આ વિસ્તારમાં તેમજ અન્ય સૂચિત સોસાયટીઓમાં સામાન્ય માણસો રહે છે. જે સરકારશ્રીએ નક્કી કરેલ જંત્રી દર જે સામાન્ય માણસો ભરી શકે તેમ નથી. મવડી વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટી (યુ.એલ.સી.) અને અમારી સોસાયટીના જંત્રી દર રાજકોટ શહેર (મધ્ય ભાગ) અને અમારી છેવાડાના વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં જંત્રીદર સરખા ગણ્યા છે.

અમારી સોસાયટી આશરે ચાલીશ-પચ્ચાસ વર્ષ જૂની છે. તેમજ જમીન અને મકાનની જંત્રી ગણી તે વ્યાજબી ન ગણી શકાય. સોસાયટીમાંથી ઘણા લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈમ્પેકટ ફી ભરીને બાંધકામ ટાઈટલ કરેલ છે છતા આ રેગ્યુલાઈઝ કરવામાં જગ્યા અને બાંધકામ બન્નેના ક્ષેત્રફળ ઉપર જંત્રી લેવામાં આવે છે તે વ્યાજબી નથી. આ એક જગ્યાની વિગતમાં મુજબ જુદા જુદા મુદ્દા પર આકારણી કરવી તે યોગ્ય ન ગણાય. ઉપરોકત દર્શાવેલ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અમારી જયશ્રી લાભદીપ સોસાયટી (સૂચિત)ની જંત્રીદરમાં રાહત (ટોકન દરે) કરી આપવા અમારી માંગણી છે.

આવેદનપત્ર દેવામાં અરજદારો સર્વશ્રી ગોરધનભાઈ લીંબાસીયા, મહેશભાઈ મગનભાઈ, નરશીભાઈ વાલજીભાઈ, ધરમશીભાઈ કાવર, સંજયભાઈ પાદરીયા, મહેન્દ્રભાઈ પાદરીયા, મણીલાલ કાવર, ઈન્દ્રજીતસિંહ રાયજાદા વિગેરે જોડાયા હતા.(૨-૧૫)

(3:47 pm IST)