Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પ્રદ્યુમન પાર્ક 'ઝુ' ની વાઘણ 'ભુમી' મોતને ભેટી

ગઇ સાંજે ૭:૩૦ વાગ્યે ઝેરી સાપે દંશ દેતા ૧૨ વર્ષની 'ભુમી' વાઘણ પીંજરામાં લથડિયા ખાવા મંડીઃ તાબડતોડ ત્રણ ડોકટરોની ટીમે સારવાર આપી પરંતુ મોત આંબી ગયું: અગ્નિસંસ્કાર કરાયાઃ અંગોનું દાન જૂનાગઢ વેટરનરી હોસ્પિટલને અપાયું

રાજકોટ તા.૩૧: મ્યુ.કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયની ૧૨ વર્ષની વાઘણ 'ભુમી'ને સાપે દંશ દેતાં તેનું કરૂણ મોત નિપજયું હતું.

આ અંગે સતાવાર જાહેર થયેલી વિગતો મુજબ ગઇસાંજે ૭-૩૦ વાગ્યા આસપાસ વાઘણ ભુમી પીંજરામાં લથડિયા ખાવા મંડતા પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ  તાત્કાલીક વેટરનરી ડોકટર તથા તમામ એનીમલ કીપર દ્વારા માદા વાઘણને સાવચેતીપૂર્વક સારવાર માટે ખસેડવામા઼ આવેલ. ઝેરના કારણે વાઘણ બેહોશ થયેલ હોય ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે. 'ઝુ' સુપ્રિન્ટેન્ડન્ટનાં જણાવ્યા મુજબ આ મૃત વાઘણનંુ બાહ્ય નિરીક્ષણ કરતા તેના પાછળના ડાબા પડખે ઝેરી સાપના ડંખના ચિન્હો જોવા મળેલ. આ મૃત વાઘણનું પી.એમ. આજ રોજ તા. ૩૧/૦૭/૨૦૧૮ના સવારના ૯:૩૦ કલાકે વેટરનરી ઓફિસર (ઝુ), વેટરનરી ઓફિસર (એ.એન.સી.ડી.) તથા વેટરનરી ઓફિસર (જિલ્લા પંચાયત-રાજકોટ) દ્વારા પેનલ બનાવી કરવામાં આવેલ. પી.એમ. દરમિયાન મૃત વાઘણના વિસેરા સેમ્પલને એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે વેટરનરી કોલેજ, જુનાગઢ ખાતે મોકલવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને નિયમ મુજબ સ્થળ રોજકામ કરી અગ્નિ દાહ આપવામાં આવેલ છે.

નોંધનિય છે કે, આ વાઘણ ભુમીનો જન્મ તા.૨૧/૦૩/૨૦૦૬ના રોજ શ્રી સયાજીબાગ ઝુ વડોદરા ખાતે થયેલ અને તા. ૧૮/૭/૨૦૧૦ના રોજ સયાજીબાગ ઝુ વડોદરા ખાતેથી રાજકોટ ઝુ ખાતે લાવવામાં આવેલ હતી.

રાજકોટ ઝુ ખાતે વાઘણ ભુમીનું અચાનક મૃત્યુ થવાથી ઝુ પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.

હાલ ઝુ ખાતે ૫૧ પ્રજાતિના કુલ ૪૦૨ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવે છે. ઝુ ખાતે હાલ માં માદા વાઘ  એક હોય નર વાઘને મૈસુર ઝુ ખાતેથી મેળવવા માટે વહીવટી પ્રક્રિયા ચાલું છે. તેમ યાદીમાં અંતે જણાવાયું છે. (૧.૩૨)

(3:47 pm IST)