Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

તંત્ર દોડયું

મચ્છર જન્ય રોગચાળો અટકાવવા ૩૫ હજાર ઘરનો સર્વે

૧૫૫ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી ૧૦ હજારનો દંડ : શહેરના વિવિધ વિસ્તારમાં ફોગીંગ, દવા છંટકાવ સહિતની ઘનિષ્ઠ કામગીરી કરવા મેયર, સ્ટે.ચેરમેન, આરોગ્ય સમિતિ ચેરમેનની સુચના

રાજકોટ તા. ૩૧ : ચોમાસાની ઋતુમાં ઠેરઠેર વરસાદી પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધુ રહે છે અને ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયા  જેવા રોગ પ્રભાવી બને છે. આથી મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ  ઠાકર દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સધન કામગીરી કરવા આરોગ્ય શાખાના તમામ કર્મચારીને તાકીદ કરવામાં આવેલ તથા ઘનિષ્ટ કામગીરી કરવા કડક સુચના આ૫વામાં આવેલ.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા અટકાવવા સર્વે કરેલ ઘરની સંખ્યા - ૩૫૩૭૦, ફોગીંગ - ૩૪૫૫, નોટીસ - ૧૫૫, મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ - ૯૯૦૦ વસુલવામાં આવ્યો છે.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા એડીસ મચ્છરની ઉત્૫તિ માનવસર્જિત  પાત્રો જેવા કે સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની કુંડી, સીડી નીચેના ખુલ્લા ટાંકા, ફુલદાની, ફ્રીજની ટ્રે, કૂલર, અગાસી અને છજજામાં સંગ્રહિત થતા વરસાદના પાણી તથા અન્ય સુશોભન માટેના છોડ માટે રાખેલ બોટલ, ટાયર, ભંગાર વગેરેમાં થાય છે. તેમ અંતમાં સત્તાવાર યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૮

(3:46 pm IST)