Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જિલ્લા પંચાયતમાં પ્રતિમા અનાવરણ : અમૂક જ સભ્યો હાજર

રાજકોટ : જિલ્લા પંચાયત કચેરીમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનુક્રમે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સોમાભાઇ મકવાણા અને પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયાના હસ્તે અનાવરણ કરવામાં આવેલ. કોઇ સમારંભ વગર સાદગીપૂર્ણ રીતે અનાવરણ કરાયેલ. આ પ્રસંગે ડી.ડી.ઓ અનિલકુમાર રાણાવાસિયા, કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા, ઉપાધ્યક્ષ સુભાષ માંકડિયા, સભ્યો અર્ચનાબેન સાકરિયા, બચુભાઇ સોરાણી, પંકજભાઇ નસિત વગેરે હાજર રહેલ. કુલ ૩૬ પૈકી પ થી ૭ સભ્યો હાજર હતા. બાકીના મોટાભાગના સભ્યો અનાવરણ પ્રસંગે ગેરહાજર હતાં. (તસ્વીર : સંદીપ બગથરિયા)

(3:35 pm IST)