Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પત્નિ સાથેના કલેશને લીધે મુકેશ સિંધી એસિડ પી ગયો

દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટીનો બનાવ

રાજકોટ તા. ૩૧: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતો રિક્ષાચાલક મુકેશભાઇ છગનભાઇ વસનાણી (સિંધી) (ઉ.૩૮) એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે થોરાળા પોલીસને જાણ કરી હતી. મુકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિ સાથે કલેશ થતાં આ પગલું ભર્યાનું તેના પરિવારજને જણાવ્યું હતું. (૧૪.૬)

(12:05 pm IST)