Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

કોૈટુંબીક બનેવી સાથેના ફોટા બહેન જોઇ જતાં ભારતી ઝેર પી ગઇઃ તેના માતાને પણ માર પડ્યો

કાલાવડ રોડ મોટા મવા લક્ષ્મીના ઢોળા પરનો બનાવઃ મા-દિકરી બંનેએ સારવાર લીધી

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડ મોટા મવા લક્ષ્મીના ઢોળા પર કટારીયા સામે રહેતી ભારતી દિપક જાદવ (ઉ.૩૦) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરિણીતાના ફોટા તેની કોૈટુંબીક બહેન પુષ્પાના પતિ સાથે મોબાઇલમાં હોઇ તે બાબતે પુષ્પાએ ભારતીના પતિને જાણ કરતાં પતિએ ઠપકો આપતાં આ પગલું ભર્યાનું ખુલ્યું હતું. બીજી તરફ પુષ્પાએ લક્ષ્મીના ઢોળા પર રહેતાં ભારતીના માતા પ્રભાબેન માયાભાઇ રાઠોડ (ઉ.૫૦)ને તમે કેમ તમારી દિકરીનું ધ્યાન રાખતાં નથી? તેમ કહી માર મારતાં તેને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રભાબેનના પતિ છુટક મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે તેની દિકરી ભારતી પરિણીત છે. તેના અને કોૈટુંબીક બનેવી અશોકના ફોટા અશોકની ઘરવાળી પુષ્પાએ મોબાઇલમાં જોઇ લેતાં તે બાબતે ભારતીના પતિને જાણ થતાં તેણે ભારતીને ઠપકો આપતાં તે દવા પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને એન્ટ્રી માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસમાં નોંધાવી હતી. માલવીયાનગરના એએસઆઇ જી. કે. પરમાર અને મનોજભાઇ ગઢવીએ ભારતીનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)

(12:04 pm IST)