Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

હનુમાન મઢી ચોકમાંથી બેભાન મળેલા અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસેથી ૨૭મીએ સવારે દસેક વાગ્યે અજાણ્યા આશરે ૪૦ થી ૪૫ વર્ષના પુરૂષ બિમારી સબબ બેભાન થઇ જતાં કોઇએ જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ પુરૂષે ગત સાંજે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. તસ્વીરમાં દેખાતા આ મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ જે. એમ. ભટ્ટ વિશેષ તપાસ કરે છે. (૧૪.૭)

(12:04 pm IST)