Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજકોટ જીલ્લા પંચાયતમાં આઠ કોળી સભ્યોને ખસેડવામાં જસદણના આગેવાનોની ભૂમિકા મહત્વની

આટકોટ, તા. ૩૧ :. તાજેતરમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો સહકાર લઈ કોંગ્રેસના સભ્યોએ સમિતિ પર કબ્જો કર્યો તેમા કોળી સભ્યોને ખસેડવામાં જસદણ તાલુકાના ચાર આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી આ ઓપરેશન પર પાડયું હતું.

જસદણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાં જોડાયા ત્યારથી જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તનની વાતો ખૂબ જ ચાલી હતી જો કે સત્તા પરિવર્તનની વાતો ખૂબ જ ચાલી હતી. જો કે સત્તા પરિવર્તન તો ન થયુ પરંતુ સમિતિઓ પર ભાજપે માનીતાને બેસાડયા.

જીલ્લા પંચાયતમાં હાલ કોળી સમાજના નવ સભ્યો છે. જેમાથી આઠ સભ્યો ભાજપ તરફી છાવણીમાં હતા જેનો સંપૂર્ણ શ્રેય જસદણ તાલુકાના કોળી સમાજના આગેવાન જંગવડના રહેવાસી અને આટકોટ ખાતે ટ્રાવેલ્સની ઓફિ ધરાવતા બાબુભાઈ ખીસરીયા, જસદણના લડાયક આગેવાન પોપટભાઈ રાજપરા, આટકોટના બાબુભાઈ રોજાસરા અને પીપળીયાના સુરેશભાઈ ગીડાને જાય છે.

જસદણ અને વિંછીયા તાલુકામાંથી જીલ્લા પંચાયતની આઠ સીટો છે જેમાંથી સાત સીટ ઉપર કોળી સમાજના સભ્યો ચૂંટાયા છે ત્યારે ઓેક સાણથલીની સીટ ઉપર પટેલ ઉમેદવાર કોંગ્રેસમાંથી વિજયી થયા છે. જસદણ-વિંછીયાના કોળી સમાજનાં સાત માંથી ૬ અને કુવાડવા તેમજ આણંદપર બેઠકના કોળી સમાજનાં સભ્યોને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સીધી દેખરેખ હેઠળ ભાજપની છાવણીમાં ખેંચી લાવવા આ ચારેય આગેવાનોએ ઓપરેશન પાર પાડયું હતું.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં જયારે બળા-બળનાં પારખા હતાં ત્યારે જ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની નાદુરસ્ત તબીયતને હિસાબે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જેથી આ સભ્યોને ભાજપની છાવણીમાં લાવવા આ સમગ્ર ઓપરેશન પાર પાડવાની જવાબદારી કુંવરજીભાઇ બાવળીયાએ આ ચારેય આગેવાનોને સોંપતા તેમણે આ ઓપરેશન પાર પાડયું હતું.

જો કે કોળી સમાજના જસદણ પંથકના આગેવાન અને પીપરડી બેઠક ઉપરથી ચૂંટાયેલા અવસરભાઇ નાકિયા કોંગ્રેસની જ છાવણીમાં રહયાં હતાં.

(11:36 am IST)