Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આરટીઓ કચેરીમાં ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક બંધ થઇ જતા અનેક લોકોને ધક્કા થયા!!

ટેકનીકલ ખામીના કારણે ટ્રેક બંધ છે સાંજ સુધીમાં ચાલુ થઇ જશેઃ આરટીઓ અધિકારી મોજીદરા

રાજકોટ, તા., ૩૦: આરટીઓ કચેરીમાં આજ સવારથી લાયસન્સ માટેનો ટેસ્ટ ડ્રાઇવર ટ્રેક બંધ થઇ જતા સંખ્યાબંધ લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

આરટીઓ કચેરીમાં ફોર વ્હીલ અને ટુવ્હીલના લાયસન્સ માટેનો ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક આજે બંધ થઇ જતા બહારગામથી આવતા અનેક લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. અમુક લોકોને પાછા જવુ પડયું હતું. આ

અંગે આરટીઓ અધિકારી મોજીદરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામીના કારણે ટેસ્ટ ડ્રાઇવ બંધ છે સાંજ સુધીમાં ચાલુ થઇ જાય તેવા પ્રયત્નો ચાલુ છે. આજની તારીખમાં જે લોકોના ટેસ્ટ ડ્રાઇવ છે તે આવતા વિકમાં આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. (૪.૧૭)

(3:48 pm IST)